News of Tuesday, 21st October 2025
ગૌશાળાઓમાં ૫૪૦૦૦ કિલો ઘાસચારો અર્પણ
જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળ દ્વારા પૂ.મનકપ્રિય - વિતરાગચંદ્રસાગરજી મ. સાહેબનાં જીવદયા એટલે વિશ્વની જીવાદોરી વ્યાખ્યાનનો લાભ મળ્યો

રાજકોટ, તા.૨૧: જીવદયા ગ્રુપ રાજકોટ અને બાપા સીતારામ ગૌ સેવા મંડળ નાં સંયુક્ત ઉપક્રમે જીવદયા ગ્રુપના ઉપેનભાઈ મોદી તથા બાપાસીતારામ ગૌ સેવા મંડળના સમીરભાઈ કામદારના માર્ગદર્શન હેઠળ મણીયાર દેરાસર ની બાજુમાં માણિભદ્ર જૈન આરાધના ભવન ખાતે દાતાઓના સહયોગથી રાજકોટ શહેરની આજુબાજુની ગૌશાળાઓમાં અંદાજે ૨૭૦૦ મણ એટલે કે ૫૪૦૦૦ કિલો ઘાસચારો અર્પણ કરવાનો જીવદયા કાર્યક્રમ યોજાઈ ગયો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન્દ્રભાઈ સંઘવી તથા દિનેશભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ.
બંધુ બેલડી શ્રી જિનહેમચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્યરત્નમુની મનકપ્રિય પ્ર વિતરાગચંદ્રસાગરજી મ. સાહેબ, પૂજ્ય સાધ્વીશ્રી ભગવંત કૈવલ્યરસાશ્રીજી મહારાજ આદિ નાં જીવદયા એટલે વિશ્વની જીવાદોરી વિષય પર વ્યાખ્યાન નો લાભ સૌને મળ્યો. આ સમયે શ્રી ઉપેનભાઈ મોદી દ્વારા જીવદયા ગ્રુપ નાં કાર્યથી સર્વેને માહિતગાર કરવામાં આવેલ હતા. સર્વે અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગૌશાળાના પ્રતિનિધિઓને હૂંડી વિતરણ અર્પણ કરવામાં આવી હતી.અતિથિ વિશેષ તરીકે રોલેક્સ ઇન્ડસ્ટ્રીઝના મનીષભાઈ માદેકા, દીકરાનું ઘર વળદ્ધાશ્રમના શ્રી અનુપમભાઈ દોશી અને સુનિલભાઈ વોરા, રેસકોર્શ પાર્ક ઉપાશ્રયનાં પ્રમુખ કમલેશભાઈ મોદી, મણિયાર દેરાસરના ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી, કિરીટભાઈ સંઘવી, અરૂણભાઇ દોશી, જીતુભાઈ ગાંધી, અમિતભાઈ શેઠ, શ્રી રણજીતભાઈ શાહ, પ્રફુલભાઈ દામાણી, દીપકભાઈ મહેતા, સુનિલભાઈ દામાણી, જયેશભાઈ દામાણી, જૈન અગ્રણી આશિષભાઈ કોઠારી, જૈન સોશયલ વેસ્ટ ગ્રુપના પ્રમુખ મહેશભાઈ શાહ, બાપા સીતારામ ગૌ સેવા મંડળના અશોકભાઈ ગજેરા અને જય સીયારામ મિત્ર મંડળના શ્રી હરીશભાઈ હરિયાણી, ભરતભાઈ ભીંડા, ભરતભાઈ મકવાણા, પંકજભાઈ ભટ્ટ, વિનોદભાઈ વાડોદરીયા અને જે.પી.ગોહેલ, બટુક મહારાજ ની ગૌશાળા માંથી બટુક મહારાજ તથા તેમના સ્ટાફ હાજર રહ્યા હતા.
વ્યાખ્યાનમાં તથા જીવદયા કાર્યક્રમમાં પ્રકાશભાઈ મોદી, નિરવભાઈ સંઘવી, હરેશભાઈ દોશી, હિમાંશુભાઈ ચિનોય, અરુણભાઈ નિર્મળ, હિરેનભાઈ કામદાર, વિજયભાઈ દોશી, નિલેશભાઈ શાહ, જીગરભાઈ દોમડીયા, નીરજભાઈ પરમાર, શૈલેષભાઈ ઉદાણી, ભરતભાઈ મહેતા, મનીષભાઈ મહેતા, ભરતભાઈ બોરડીયા, સુરીલભાઈ મોદી, ઉચિતભાઈ કામદાર, પારસભાઈ મોદી, હીનાબેન સંઘવી, રીટાબેન દોશી, બીનાબેન દોશી, રૂબીબેન દોશી, ડિમ્પલબેન શાહ, બકુલાબેન શાહ, કલાશ્રીબેન દોમડીયા, જીજ્ઞાબેન મોદી, કેતનાબેન વોરા, હીમાબેન શાહ, છાયાબેન શાહ, પ્રતિભાબેન મહેતા, કિંજલબેન મોદી, મલકબેન દોશી, ઇશિકાબેન મોદી, હેમાબેન મોદી હાજર રહ્યા હતા.
(2:30 PM IST)










