News of Tuesday, 21st October 2025
દિવાળીની રાત્રે ફટાકડા ફોડતા બાળકો-મોટા મળી પ૭ દાઝયા
રંગીલા રાજકોટમાં નગરજનોએ રોશનીના પર્વની મનભરીને ઉજવણી કરી : અનેક માટે ફટાકડા જોખમી બન્યા સિવિલ હોસ્પીટલમાં તબીબી અધિક્ષક ડો.મોનાલી માંકડીયા અને આરએમઓ ડો.હર્ષદ દુસરાએ દાઝેલા દર્દીઓની સારવાર માટે અગાઉથી વ્યવસ્થા ગોઠવી હતી

રાજકોટ, તા., ૨૧ : રંગીલા રાજકોટમાં નગરજનોએ રોશનીના પર્વની મન ભરીને ઉજવણી કરી હતી. ત્યારે શહેરના અલગ અલગ વિસ્તારોમાં દિવાળીની રાત્રે ફટાકડા ફોડતી વખતે પ૭ લોકો દાઝી જતા તમામને સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાતા પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી. જયારે એક વ્યકિતને દાખલ કરવામાં આવ્યો હતો.
દિવાળીના તહેવાર નિમિતે રાત્રે લોકો ફટાકડા ફોડી પર્વની ઉજવણી કરી રહયા હતા. ત્યારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફટાકડાના કારણે આગ લાગવાના તેમજ દાઝી જવાના બનાવો પણ બન્યા હતા. જેમાં રાત્રે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ફટાકડા ફોડતી વખતે બાળકો તથા નાનામોટા સહિત પ૭ લોકો દાઝી જતા તમામ લોકો પ્રાથમીક સારવાર માટે સિવિલ હોસપીટલમાં ખસેડાયા હતા. જેમાં એક વ્યકિતને દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં રૈયા રોડની ધ્રુવી દીપકભાઇ (ઉ.વ.૧૬), લક્ષ્મીનગરના સન્ની હીમસીંગ (ઉ.વ.રર), નાણાવટી ચોક પાસે રહેતા રેનીશ દેવેનભાઇ, પોલીસ હેડ કવાર્ટરના શીવભદ્રસિંહ અશોકસિંહ, જંગલેશ્વરના કરણ કીશોરભાઇ સંતકબીર રોડ પરના કલનમ, મોરબી રોડ પરના સોયબભાઇ, જામનગર રોડ પરના નીહોર કેતનભાઇ, રેલનગરના પ્રીન્સ અજયભાઇ, બજરંગવાડીના અલી શબ્બીરભાઇ, ક્રીસ્ટલ મોલ પાસેના બાની પ્રકાશભાઇ, મોરબી રોડ પરના યશ ભાવેશભાઇ, માધવ વાટીકાના રીતીક અજીતભાઇ યાદવ, કાલાવડ રોડ શહીદ ઉધ્ધમસિંહ કવાર્ટરના ક્રિષ્ના મહેશભાઇ, ભગવતીપરાની સાજીયા શાહીદભાઇ, માર્કેટીંગ યાર્ડ વિસ્તારના મહેશ દીલીપભાઇ, મોરબી રોડ રાજીવ મનોજભાઇ તન્ના, કાલાવડ રોડ પરના નીલેશભાઇ ગુજ્જર, શ્યામ પાર્કના વિશાલ લાઘવજીભાઇ, ગોંડલના લપદીપ સુરેશભાઇ, કોઠારીયાના યશવંત મોહનભાઇ, ગંજીવાડાના જય પરમાર, મનહરપુરના મનોજ ભરતભાઇ, જામનગર રોડ પરના રીતીક મુકેશભાઇ, વીરમાયા પ્લોટના નાગજીભાઇ દામજીભાઇ ચાવડા, રજપુતપરાના યોગેશસિંહ મહેન્દ્રભાઇ, માધાપર ગામના કુલદીપ પરાલીયા, દોઢસો ફુટ રોડ વિશ્વકર્મા સોસાયટીના મયુર રાજુભાઇ, મોરબી રોડ પરના રાજુ હરીભાઇ, આજી ડેમ ચોકડી પાસેના પંકજ વાઢેરા, મોટામવા ચોકડી પાસેના લાલીબેન સોલંકી, દુધસાગર રોડ પરના સંદીપ કિશોરભાઇ, માર્કેટીંગ યાર્ડ પાસેના વિક્રમ રસીકભાઇ ગોહેલ, શીવમનગર સોસાયટીના મંથન રાજુભાઇ, રૈયા રોડ હાુમાન મઢી ચોક પાસેના ટવીંકલબેન દવે, વોરા વાડના રાબા માકડા, જયુબેલીનગરના જયમીન કમલેશભાઇ, માયાણી ચોકના પ્રતાપભાઇ, માંડા ડુંગરના જયદીપ ગોંડલીયા, આશાપુરા નગરના ચીરાગ શામલભાઇ, કાલાવડ રોડના આશીષ સતીષભાઇ, નાણાવટી ચોકના માનસીબેન રાઠોડ, માનસરોવર પાર્કના સુમા ગુપ્તા, કોઠારીયા રોડ આનંદનગરના સુમીત હીતેશભાઇ, રૈયા ચોકડી પાસેના લેનીલ શતીષભાઇ, થોરાળાના દર્શીત પ્રકાશભાઇ રાઠોડ, સલમાન તથા ભગવતીપરાના હીતેશભાઇ રમેશભાઇ દાઝી જતા તમામને સિવિલ હોસ્પીટલમાં ખસેડાતા પ્રાથમીક સારવાર આપવામાં આવી હતી.
સિવિલ હોસ્પીટલમાં તબીબી અધીક્ષક ડો.મોનાલી માકડીયા અને આરએમઓ ડો.હર્ષદ દુસરાની ટીમે ફટાકડા ફોડતા દાઝી જનારા લોકો માટે ખાસ વ્યવસ્થા કરી રાખી હતી. પ૭ માંથી પ૬ લોકોને પ્રાથમીક સારવાર અપાઇ હતી. જયારે એક દર્દીને હાથમાં બોમ્બ ફુટતા દાખલ કરવા પડયા હતા.
(2:31 PM IST)










