News of Wednesday, 22nd October 2025
જેતપુરના આરબ ટિબડી ગામે પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત
પરપ્રાંતીય દંપતી ખેતરમાં કામ કરતું હતું ત્યારે ખેતરમાં રમી રહેલ બે વર્ષીય બાળક પાણીની કુંડીમાં પડ્યો

રાજકોટ: પાણીની કુંડીમાં પડી જતા માસૂમ બાળકનું મોત નિપજ્યુ છે. જેતપુર તાલુકાના આરબ ટિબડી ગામેથી આ કરૂણ ઘટના સામે આવી છે. પરપ્રાંતીય દંપતી ખેતરમાં કામ કરતું હતું ત્યારે આ ઘટના બની હતી. ખેતરમાં રમી રહેલ બે વર્ષીય બાળક પાણીની કુંડીમાં પડ્યો હતો. જે બાદ તેનુ રેસક્યુ કરી તેને સારવાર અર્થે ખસેડાયો હતો જ્યા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યો હતો. બે વર્ષીય બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. તહેવારનો માહોલ હાલ માતમમાં ફેરવાઈ ગયો છે.
(12:59 AM IST)










