<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd October 2025

ન્‍યારી ડેમમાંથી અજાણ્‍યા યુવાનની લાશ મળીઃ તાલુકા પોલીસ દ્વારા તપાસ

રાજકોટઃ કાલાવડ રોડ ન્‍યારી ડેમમાંથી ધોકાની સાંજે અજાણ્‍યા આશરે ૨૫ થી ૩૦ વર્ષના યુવાનની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. બનાવની જાણ ફાયર બ્રિગેડની ટીમે અજાણ્‍યા યુવાનને બેભાન હાલતમાં બહાર કાઢયો હતો. જેને ૧૦૮ના ઇએમટી ડો. વ્‍યોમાબેને મૃત જાહેર કરતાં તાલુકા પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. ભોજભાઇ મોભે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહ પોસ્‍ટમોર્ટમ માટે ખસેડી તેની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

(10:55 AM IST)