News of Thursday, 23rd October 2025
રેલનગરમાં એડવોકેટ રાજેશભાઇ કોટક પર પત્નિ શકીનાના આગલા ઘરના પુત્ર આફરીદ બુખારીનો પાઇપથી હુમલોઃ ખૂનની ધમકીઃ પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ

રાજકોટઃ શહેરના રેલનગર-૧૪ આસ્થા ચોક શેરી નં. ૨માં રહેતાં એડવોકેટ રાજેશભાઇ મુલચંદભાઇ કોટક (ઉ.વ.૫૪) બેસતા વર્ષની રાતે સાડા દસેક વાગ્યે ઘરે હતાં ત્યારે રૈયા ચોકડી નાગરિક બેંક પાછળ કિસ્મત નગરમાં રહેતાં રાજેશભાઇના પત્નિ શકીનાબેનના આગલા ઘરના દિકરા આફરીદ બુખારીએ આવી ઝઘડો કરી ગાળો દઇ માથામાં પાઇપની ઘા ફટકારી મારી નાંખવાની ધમકી આપતાં પ્ર.નગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એન. ગમારાએ તેમની ફરિયાદ પરથી આફરીદ સામે ગુનો નોંધ્યો છે.
રાજેશભાઇએ જણાવ્યું છે કે બેસતા વર્ષની રાતે હું ઘરે હતો ત્યારે મારા સાઢુ અમનભાઇ, સાળી રૂક્સારબેન અમારા ઘરે બેસતા વર્ષના રામ રામ કરવા આવ્યા હતાં. તેની સાથે મારા પત્નિ શકીનાના આગલા ઘરનો દિકરો આફરીદ પણ આવ્યો હતો. આ વખતે મેં આફરીદને કહેલું કે તું તારા નાના ભાઇ અશદને બગીચામાં ફરવા લઇ જા. આ વખતે તેણે હું તેને બગીચામાં નહિ લઇ જાઉ કહી ઝઘડોક રી મને જેમ તેમ ગાળો દેવા માંડતાં મેં તેને ગાળો દેવાની ના પાડી ઘરમાંથી બહાર જવાનું કહેતાં તે વધુ ગાળો દઇ ઝપાઝપી કરવા માંડયો હતો. આ વખતે મારા મિત્ર નૈમિષભાઇ અને તેના પત્નિ પૂજાબેન પણ બેસવા આવ્યા હોઇ તેણે મને છોડાવ્યો હતો. આફરીદ આ વખતી જતો રહ્યો હતો. પછી થોડીવારમાં પાછો આવી અચાનક લોખંડના પાઇપથી મારા પર હુમોલ કરી માથામાં ઘા મારી ઇજા કરી ધમકી આપી ભાગી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(10:46 AM IST)










