તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 23rd October 2025
પડધરીના નાના વડા ગામે ટ્રેકટર રિવર્સમાં આવતાં ખેત મજૂર રમીલાબેન બારીયાનું મોતઃ મુળ પંચમહાલના મજૂર પરિવારમાં બેસતા વર્ષના દિવસે જ માતમઃ પડધરી પોલીસે મૃતકના પતિ રમેશભાઇની ફરિયાદ પરથી ગુનો દાખલ કર્યો

રાજકોટઃ પડધરી તાબેના નાના વાડ ગામે મનસુખભાઇ શીવાભાઇ પાંભરની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ પંચમહાલના મોરવા તાબેના વંદલી ગામના વતની રમેશભાઇ ભીમસિંગ બારીયાના પત્નિ રમીલાબેન બેસતા વર્ષની સાંજે સાડા સાતેક વાગ્યે વાડીએ હતાં ત્યારે ટ્રેકટર દ્વારા ખેતમાં મગફળી કાઢવાનું કામ ચાલુ હોઇ ટ્રેકટરના ચાલકે અચાનક જ પાછળ જોયા વગર ટ્રેકટર રિવર્સમાં હંકારતાં રમીલાબેન ટ્રેકટરની ઠોકરે આવી જતાં પડી ગયા બાદ તેમની કમર પર ટ્રેકટરનું વ્હીલ ફરી વળતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થયું હતું. પડધરી પોલીસ સ્ટેશનના એએસઆઇ રાજદિપસિંહે મૃતકના પતિ રમેશભાઇ બારીયાની ફરિયાદ પરથી ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધ્યો છે. મૃતકને સંતાનમાં બે દિકરા છે. બનાવથી મજૂર પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(10:48 AM IST)










