News of Thursday, 23rd October 2025
શાપર વેરાવળમાં બેસતા વર્ષે બઘડાટીઃ શ્રીહરિનગર સોસાયટીમાં ઘર પાસે ફટાકડા ફોડવાની ના પાડતાં જયેશભાઇ નિમાવત પર પાડોશી પ્રકાશ મારવાડી સહિત પાંચનો હુમલોઃ ખૂનની ધમકીઃ જયેશભાઇના પત્નિ-પુત્રીને પણ ઇજા

રાજકોટઃ શાપર વેરાવળ ગુજરાત હાઉસીંગ બોર્ડ શ્રીહરિનગર સોસાયટીમાં રહેતાં વેપારી જયેશભાઇ હરસુખભાઇ નિમાતવ (ઉ.વ.૪૦) પર બેસતા વર્ષની સાંજે પાડોશી પ્રકાશ મારવાડી, તેના માતા, મામાનો દિકરો, તેમજ દિલીપ મારવાડી અને ગણેશ મારવાડીએ હુમલો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારતાં જયેશભાઇને બચાવવા તેના પત્નિ અને દિકરી વચ્ચે પડતાં તેમને પણ માર મારી ત્રણેયને મારી નાખવાની ધમકી આપતાં શાપરના હેડકોન્સ. પી. જે. રાણાએ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા મુજબ પ્રકાશ મારવાડી પોતાની ફટાકડાની દુકાન પાસે ફટાકડા ફોડતો હોઇ અને ફટાકડા જયેશભાઇના ઘર પાસે ઉડીને જતાં તેમણે પ્રકાશને અહિ ફટાકડા ફોડવાની ના પાડતાં તેણે બીજા લોકો સામે મળી ઝઘડો કરી હુમલો કર્યો હતો. (૧૪.૬)
(10:50 AM IST)










