<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th October 2025

ગોંડલ કોર્ટના આદેશથી રાજકોટના બલી ડાંગર, અર્જુન જળુ અને રામદેવ ડાંગર જેલહવાલે : ત્રણેય આરોપીઓ ૨૦૧૪ના જૂના કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હાજર થયા

લોધિકા પોલીસ મથકના ખંડણી અને બોગસ દસ્તાવેજ કેસમાં જામીન રદ થતા મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો : કોર્ટના આદેશ મુજબ ગોંડલ કોર્ટમાં સરન્ડર થતાં મેટોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી

રાજકોટ : રાજકોટના ચકચારી કેસના આરોપીઓ બલી ડાંગર, અર્જુન જળુ અને રામદેવ ડાંગરને આજે જેલહવાલે કરવામાં આવ્યા છે. આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ૨૦૧૪માં લોધિકા પોલીસ મથકમાં ખંડણી અને બોગસ દસ્તાવેજ મામલે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં તેઓ અગાઉ જામીન પર મુક્ત હતા.

જોકે, ફરિયાદી દ્વારા આ જામીન સામે સુપ્રીમ કોર્ટના દ્વારા ખખડાવવામાં આવતા મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણેય આરોપીઓને ૨૪મી ઓક્ટોબર સુધીમાં સરન્ડર કરવા માટે આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટના આ આદેશના પગલે ત્રણેય આરોપીઓ આજે ગોંડલ કોર્ટમાં હાજર થયા હતા અને સરન્ડર કર્યું હતું. ગોંડલ કોર્ટ દ્વારા આ અંગેની જાણ મેટોડા પોલીસને કરવામાં આવી હતી. મેટોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને ત્રણેય આરોપીઓને જેલહવાલે કર્યા હોવાનું જાણવા મળે છે.

 

(10:14 PM IST)