<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th October 2025

પ્રકાશ સોસાયટીમાં જેવીનભાઇ રાજદેવના ઘરમાંથી હાર્ડવેરનો રૂા. ૧.૬૦ લાખનો માલસામાન ચોરાયોઃ ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ

 

રાજકોટઃ સહકાર મેઇન રોડ સ્‍વામિનારાયણ મંદિરવાળી શેરીમાં અક્ષરધામ એપાર્ટમેન્‍ટમાં રહેતાં જેવીનભાઇ રત્‍નેશભાઇ રાજદેવ (ઉ.વ.૨૮)એ નિર્મલા રોડ પ્રકાશ સોસાયટી-૬/૨ના ખુણે આવેલા પોતાના ગોકુલ નામના મકાનમાં હાર્ડવેરનો માલસામાન રાખ્‍યો હોઇ તેમાંથી રૂા. ૧,૬૦,૦૦૦નો સામાન ચોરી જવાયો છે.

જેવીનભાઇ રાજદેવે જણાવ્‍યું છે કે ૨૩/૧૦ના સવારના અગીયારથી રાત્રીના દસ સુધીમાં કોઇ ઘરમાં પ્રવેશી ઇલેકટ્રીક વાયરના ૮ પેકેટ, ૩૮-હેન્‍ડલ, ૩૮-દરવાજાના લોક,  બાથરૂમ એસેસરીઝના ૪૦ નળ, મિષાી કામના ઓજારો, ડ્રોઅરની ૧૫ ચેનલો સહિતની ચોરી કરી ગયું હતું. ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:23 AM IST)