News of Saturday, 25th October 2025
તસ્કરોએ દિવાળીનો તહેવાર ઉજવ્યોઃ મવડીના કે.ડી. પાર્કમાં વેપારી ચિરાગભાઇ મેઘાણીના બંધ ઘરમાંથી રોકડ-દાગીના મળી ર૬.૭૦ લાખનો ચોરી
વેપારી પરિવાર ઘરને તાળા મારી બહેનના ઘરે ગયો અને તસ્કરો મહેમાન બન્યાઃ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા તપાસનો ધમધમાટ

રાજકોટઃ દિવાળીના તહેવારોમાં રાજકોટમાં તસ્કરોએ પણ મોટી ઘટનાને અંજા આપ્યો છે. શહેરના મવડી વિસ્તારના વેપારીના એક દિવસ બંધ રહેલ મકાનમાંથી દાગીના-રોકડ સહિત કુલ રૂ. ર૬.૭૦ લાખની ચોરીની ઘટના પોલીસના ચોપડે નોંધાય છે.
આ અંગે ચીરાગભાઈ અશોકભાઈ મેઘાણી જાતે પટેલ ઉ.વ. ૩૧ ધંધો વેપાર રહે. કે.ડી. પાર્ક શેરી નં. ૧ નારણ પાર્કની સામે જય સરદાર ચોક અવધ રેસીડેનસી પાછળ મવડી ગામ રાજકોટ અને ફરીયાદમાં જણાવેલ કે, હું ઉપર લખ્યાં ઠેકાણે છેલ્લા પચ્ચીસેક વર્ષથી મારા પરીવાર સાથે રહુ છું અને ૮૦ ફુટ રોડ સર્વોદય સ્કુલ પાસે અનંત હાઇટ્સમાં અમો કલર નામની દુકાન ધરાવી વેપાર કરૂ છુ અને મારા ઘરમાં હું તથા મારી પત્નિનિકીતાબેન ઉ.૧.૩૦ તથા મારા પિતા અશોકભાઈ તથા મારા માતા જયશ્રીબેન તથા મા રો એક પાંચ વર્ષનો પુત્ર વાસુ એમ અમો બધા સાથે એક ઘરમાં રહીએ છીએ અને મારે બે બહેન છે જેમા એક બહેન કૌ શીકાબેન વા/ઓ સંજયભાઇ ડાંગરીયા જે સીંધાળુ ગામ વડાળા પાસે તા. જી. જામનગરમાં સાસરે છે
ગઈતા. ૨૩ના રોજ સવારના નવેક વાગ્યાની આસપાસ અમે બધા ઘરના સભ્યો દીવાળીનો તહેવાર હોય જે થી મારા બહેન કૌશીકાબેન વા/ઓ સંજયભાઈ ડાંગરીયા જે સીંધાળુ ગામ વડાળા પાસે તા. જી. જામનગર રહેતા હોય ત્યાં જવાનુ હોય જેથી અમારા ઘરને તાળુ મારીને ત્યાં જવા નિકળેલ હતા બાદ આ મારી બહેનના ઘરે જ રોકાયેલા હતા ત્યારબાદ તા.૨૪ રાત્રીના આશરે દશેક વાગ્યાની આસપાસ અમારા ઘરે પરત ફરતા ડેલી ખોલી અંદર પ્રવેશ ક રતા અમારા ઘરના મેઇન દરવાજાનો લોક કોઇ લાગ લુગ કરી તોડેલ હોય અને ઘરની અંદર પ્રવેશતા અમારા બેડરૂમમાં ત્ર ણ લોખંડના કબાટ આવેલ હોય જેમા પ્રથમ કબાટમાં મારી પત્નિના સોનાના દાગીના તથા રોકડા રૂપીયા મુકેલ હોય તે ક બાટની ચાવી લોકમાં લટકતી હોય અને લોક ખુલો હોય જેથી આ કબાટની ચાવી બાજુના કબાટમાં મુકેલ બોક્સમા હોય તે ચાવી થી આ પ્રથમ કબાટ ખોલેલ હોય જે ખોલી જોતા તેમા વચ્ચેના ખાનામાં સફેદ કલરના પર્સમાં સોનાના દાગીના જેમા નં. (૧) બે માળાવાળા સેટ બુટી સહીત જેમા એક નો વજન આશરે ૪૫ ગ્રામ તથા બીજાનો વજન આશરે ૪૨ ગ્રા મ એમ કુલ વજન આશરે ૮૭ ગ્રામ જેની આશરે કી.રૂ. ૮,૭૦,૦૦૦/- તથા નં.(૨) ચેઇન પેન્ડલ સહીત વજન આશરે ૩ ૦ ગ્રામજેની આશરે કી. રૂ. ૩,૦૦,૦૦૦/- તથા નં.(૩) બ્રેસલેટ વજન આશરે ૧૮ ગ્રામજેની આશરેકી. રૂ.૧,૮૦,૦૦૦/
તથા નં. (૪) મંગળ સુત્ર વજન આશરે ૧૬ ગ્રામ જેની આશરે કી.રૂ.૧,૬૦,૦૦૦/- તથા નં. (૫) વીટી નંગ ૪ જેમા એક જેન્ટસ વીટી જેનો વજન આશરે ૬ ગ્રામ તથા ત્રણ લેડીસ જેનો વજન આશરે ૭ ગ્રામ, ૪૪ગ્રામઅને ૩ ગ્રામ એમ કુ લ ચાર વીટીનો વજન આશરે ૨૦ ગ્રામજેની આશરે કી.રૂ. ૨,૦૦,૦૦૦/- તથા નં. (૬) એક જોડી કાનની બુટી વજન આ શરે ૧૦ ગ્રામ જેની આશરે કી.રૂ.૧,૦૦,૦૦૦/- તથા નં.(૭) એક ચાંદીનુ નાળીયેર વજન આશરે ૨૫૦ ગ્રામજેની આશરે કી.રૂ.૨૮,૫૦૦/- તથા નં.(૮) એક ચાંદીની વીટી વજન આશરે ૧૨ ગ્રામજેની આશરે કી.રૂ. ૧૫૦૦/- તથા રૂપીયા ૫૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦ એમ અલગ અલગ દરની ચલણી નોટો જે કુલ રકમ રૂ.૨,૦૦,૦૦૦/-જે આ પ્રથમ કબાટના ડ્રોવર માં પડેલ હતા જે જોવમાં આવેલ નહી તેમજ બાજુમાં મારા માતા પિતાનો રૂમ હોય તેમા રૂમના દરવાજા પાસેના લોખંડ ના કબાટમાં મુકેલ સોનાના દાગીના જેમા નં.(૧) સોનાની માળા વજન આશરે ૩૫ ગ્રામ જેની આશરેકી.રૂ.૩,૫૦,૦૦૦ /- તથા નં. (૨) બે જોડી સોનાની બુટી જેમા એક જોડીનો વજન આશરે ૧૦ ગ્રામ તથા બીજી જોડીનો વજન આશરે ૬ ગ્રામ એમ કુલ મળી ૧૬ ગ્રામ જેની આશરે કી. રૂ. ૧,૬૦,૦૦૦/- તથા નં.(૩) કાનની સર વજન આશરે ૧૨ ગ્રામજેની આશરે કી. રૂ.૧,૨૦,૦૦૦/- એમ બન્ને રૂમના કબાટમાં મુકેલ કુલ વજન ૨૪૪ ગ્રામ સોનાના દાગીના જેની આશરે કુલ કી.૨૪,૪૦,૦૦૦/-તથા ચાંદીના દાગીના વજન આશરે ૨૬૨ ગ્રામ જેની કુલ કી.રૂ.૩૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૨,૦ ૦,૦૦૦/-મળી કુલ કિં.રૂ. ૨૬,૭૦,૦૦૦/- ની કોઈ અજાણ્યો ચોર ઈસમ તા. ૨૩/૧૦/૨૦૨૫ નાસવારના નવેક વાગ્યાથી તા.૨૪/૧૦/૨૦૨૫ ના રાત્રીના દસેક વાગ્યા દરમ્યાન અમારા ઘરની દીવાલ કુદી ઘરના મુખ્ય દરવાજાનો લોક તોડીઘરમાં અમારી જાણ બહારપ્રવેશ કરીબન્ને રૂમના અલગ અલગ કબાટના લોક ખોલી કબાટના અંદરના ખાનામાં મુકેલ સોનાના તથા ચાંદીના દાગીનાજેની આશરે કુલ કિં.રૂ.૨૪,૭૦,૦૦૦/- તથા રોકડા રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી આશરે કુલ કી. રૂ.૨ ૬, ૭૦,૦૦૦/- ની કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરી કરી લઈ ગયેલ.
(1:17 PM IST)










