તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th October 2025
સીએનજી રીક્ષા ચોરીને ફેરવતાં વેલનાથપરાના મયુર સોલંકીને ડીસીપી હેતલ પટેલની ટીમના એલસીબી ઝોન ૧ ટીમના પીએસઆઇ બી.વી. ચુડાસમા સહિતે પકડ્યો: હેડકોન્સ. જગદીશસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. રવિરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટઃ શહેર એલસીબી ઝોન-૧ ટીમે સીએનજી રીક્ષા ચોરીને ફેરવતા શખ્સને પકડી લીધો છે. મિલકત સબંધી અનડીટેકટ ગુન્હા ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના માર્ગદર્શન મળ્યા હોઈ તે અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ જગદીશસિંહ પરમાર તથા કોન્સ રવિરાજભાઇ પટગીરની બાતમી પરથી મયુર કાન્તિભાઇ સોલંકી (ઉ.વ ૪૨ ધંધો મજુરીકામ રહે વેલનાથ મફતીયા પરા સ્કુલની બાજુમાં મોરબી રોડ)ને બજાજ કંપનીની સી.એન.જી ઓટોરીક્ષા નંબર જી.જે.-૦૩-એ.યુ.- ૨૩૪૯ સાથે પકડ્યો છે.
મયુર આ રીક્ષા ચોરીને તે ફેરવતો હતો. પોલીસ કમીશ્નર બ્રજેશકુમાર ઝા તથા એડી.પોલીસ કમીશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૧ હેતલ પટેલની સૂચના હેઠળ પોલીસ સબ ઈન્સ. બી.વી.ચુડાસમા તથા એ.એસ.આઇ. હરેશભાઇ પરમાર તથા મનરૂપગીરી ગૌસ્વામી તથા પો.હેડ કોન્સ હિતેશભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર પો.કોન્સ. રવીરાજભાઈ પટગીરએ આ કામગીરી કરી હતી.
આ શખ્સે મોરબી રોડ બેડી ચોકડી પાસેથી બે દિવસ પહેલા સદરહું રીક્ષાની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.
(10:35 AM IST)










