<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th October 2025

જાહેરમાં મહિલાઓ સાથે ગેરવર્તન કરનાર મનોજ ઉર્ફે મનીયો સરવૈયાને થોરાળા પોલીસે દબોચ્યો: પો.ઇન્સ. એન.જી.વાઘેલા, પોલીસ સબ ઇન્સ. એમ.એસ.મહેશ્વરીની ટીમેં કાર્યવાહી કરી

રાજકોટઃ એક શખ્સ મહિલાઓ સાથે એલફેલ બોલી ગેરવર્તન કરતો હોય તેવો વિડિઓ સોશીયલ મિડીયામાં વાયરલ થયો હતો.આ શખ્સને થોરાળા પોલીસે પકડી લઈ કાયદાનું ભાન કરાવ્યું છે. 

વાયરલ થયેલા વિડીયોમાં એક શખ્સ મહિલાઓ સાથે ગેરવર્તન કરતો જોવા મળ્યો હતો. આ શખ્સને થોરાળા પોલીસ સ્ટેશનની ટીમે પકડ્યો છે. પોલીસે મનોજ ઉર્ફે મનીયો કિશોરભાઇ ભીખાભાઇ સરવૈયા (ઉ.વ ૨૦ રહે, મનહર સોસાયટી શેરી નં ૦૧, ભાવનગર રોડ, રાજકોટ)ને પકડી કાયદાનું ભાન કરાવ્યું છે.

જાણવા મળ્યા મુજબ ગઇ તા.૨૧/૧૦/૨૦૨૫ના રોજ સોશયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયેલ હોય જે વિડીયોમાં જણાવેલ શખ્સને તાત્કાલિક પકડી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અનુસંધાને પો.ઇન્સ. એન.જી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ. એમ.એસ.મહેશ્વરી તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયરલ થયેલ વિડીયોમાં જણાવેલ શખ્સની તપાસ કરી કરાવતા આ શખ્સ મળી આવતા તેને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર હેતલ પટેલ (ઝોન-૧) તથા મદદનીશ પોલીસ કમિશ્નર બી.વી.જાધવ (પુર્વ વિભાગ)ની સુચનાથી

પો.ઇન્સ. એન.જી.વાઘેલા, પોલીસ સબ ઇન્સ. એમ.એસ.મહેશ્વરી, એ.એસ.આઇ. મહેશભાઇ સોલંકી, પોલીસ હેડ કોન્સ. કિશોરભાઇ પરમાર તથા ઇમરાનભાઇ ચુડાસમા તથા ધર્મેન્દ્ર ગઢવી તથા હાર્દિકભાઇ છૈયા તથા વિક્રમભાઈ લોખીલ, પોલીસ કોન્સ શૈલેષભાઇ નેચડા તથા દેવેન્દ્રસિંહ જાડેજા તથા નિલેશભાઇ ચૌહાણ તથા રાકેશભાઇ બાલાસરાએ આ કામગીરી કરવામાં આવી છે.

(1:33 PM IST)