હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટમાં પણ ચોમાસા જેવો મહોલ..ટાઢોડુ છવાયું
ગઇકાલે દિવસ દરમ્યાન વાદળ છાયુ વાતાવરણમાં રહયા બાદ આખી રાત ધીમીધારે વરસ્યો આજે સવારથી છવાયેલા વાદળો વચ્ચે ઘેરાયેલુ વાતાવરણ હવમાનની આગાહી વચ્ચે ગમે ત્યારે તૂટી પડે તેવા એંધાણ

રાજકોટઃ બંગાળની ખાડીની સિસ્ટમ્સના અસરના પગલે રાજય ભરમાં ફરી ચોમાસા જેવો માહોલ છવાયો છે. હવમાન ખાતા દ્વારા આખુ સપ્તાહ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો રાજકોટ શહેરમાં પણ વતાવરણમાં પટલો આવ્યો છે.
શહેરમાં ગઇકાલે દિવસ દરમ્યાન વાદળછાપુ વાતાવરણ જોવા મળેલ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી પવનનું જોર પણ છે. હવામાનમાં પલટો આવતા તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. ગઇકાલે દિવસનું તાપમાન ૩૦.૭ ડીગ્રી નોંધાયું હતું તો મોડીરાત્રીના ઝરમર વરસાદ ચાલું થયો હતો. એવું લાગતું હતું કે તૂટી પડશે પરંતુ આખી રાત ઝરમર વરસ્યો હતો.
આજે સવારથી પણ વાદળો છવાયા છે. વરસાદી માહોલ છે. કમોસમી વરસાદથી માર્ગો ભીના જોવા મળે છે આખો દિવસ વરસાદી મહોલ રહે તેવી પુરી સંભાવના છે.
દરમિયાન હવમાન ખાતા દ્વારા આજથી આખું સપ્તાહ છુટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ તો અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે. ત્રણેક દિવસ તો વરસાદી માહોલ જ જોવા મળશે. (૩પ-૩)










