<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

હિરાસર એરપોર્ટઃ વિન્‍ટર શેડયુલમાં દિલ્‍હી-મુંબઇ માટે એર ઇન્‍ડિયા-ઇન્‍ડિગોની ર નવી ફલાઇટ શરૂ

હવે રોજની ૧૩ ફલાઇટનું આવાગમનઃ દિલ્‍હીની સવારની ફલાઇટ શરૂ થતા વેપારીઓને ફાયદો

રાજકોટ, તા. ૨૭: રાજકોટના હવાઈ મુસાફરો માટે દિવાળીની મોટી ભેટ રૂપે દિલ્‍હીની નવી બે ફ્‌લાઇટ્‍સ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ગઇકાલથી ૨૮ માર્ચ, ૨૦૨૬ સુધીના વિન્‍ટર શેડ્‍યૂલમાં એર ઇન્‍ડિયા અને ઇન્‍ડિગો દ્વારા દિલ્‍હી માટે એક-એક નવી ફ્‌લાઇટ શરૂ કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ લાભપાંચમ થી રાજકોટથી દિલ્‍હીની ફ્રિકવન્‍સીમાં નોંધપાત્ર વધારો થયો છે.

હાલમાં રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈની ૫, દિલ્‍હીની ૨, અને પુણે, ગોવા, હૈદરાબાદ તથા બેંગ્‍લોરની ૧-૧ ફ્‌લાઇટ સહિત કુલ ૧૧ ફ્‌લાઇટ્‍સ (જેમાં દૈનિક ૮ ફ્‌લાઇટ અને ૯ સીટર વેન્‍ચુરાનો સમાવેશ થાય છે) ઉડાન ભરી રહી છે. વિન્‍ટર શેડ્‍યૂલમાં દિલ્‍હીની વધુ બે ફ્‌લાઇટ શરૂ થતાં રાજકોટથી દિલ્‍હી માટે દૈનિક ૪ ફ્‌લાઇટ્‍સ ઉપલબ્‍ધ થશે.

ઇન્‍ડિગો દ્વારા સંચાલિત ૧૮૬ સીટર ફ્‌લાઇટ (૬ચ્‍ ૬૫૫૮) દરરોજ સવારે ૮.૦૫ વાગ્‍યે રાજકોટથી પ્રસ્‍થાન કરશે અને ૯.૫૦ વાગ્‍યે દિલ્‍હી પહોંચશે. આનાથી બિઝનેસ કોમ્‍યુનિટીને દિવસ દરમિયાન દિલ્‍હીમાં પોતાનું કામ પૂરું કરી સાંજે ૫.૩૦ વાગ્‍યાની ફ્‌લાઇટ માં દિલ્‍હીથી રાજકોટ પરત ફરવાની તક મળશે, જેનાથી ‘‘સેમ-ડે'' બિઝનેસ ટ્રિપ શકય બનશે.

રાજકોટ ઇન્‍ટરનેશનલ એરપોર્ટ (સ્‍થાપના ૨૭, જુલાઈ - ૨૦૨૩) પરથી હાલ દૈનિક ૮ સહિત કુલ ૧૧ ફ્‌લાઇટ ઓપરેટ થઈ રહી છે. દિલ્‍હી માટે ઇન્‍ડિગોની વધારાની ૮.૦૫ વાગ્‍યાની ફ્‌લાઇટ ઉપરાંત, એર ઇન્‍ડિયા દ્વારા પણ દિલ્‍હી માટે સવારે ૧૦.૧૦ વાગ્‍યે ફ્‌લાઇટ (AI 0885/0886) શરૂ થવા જઈ રહી છે. આ વધારાની ફ્રિકવન્‍સીથી મુસાફરોને દિલ્‍હી જવા માટે વધુ અનુકૂળ વિકલ્‍પો મળશે.

એર ઇન્‍ડિયા વિન્‍ટર શેડ્‍યૂલમાં દિલ્‍હી માટે સવારે ૧૦.૧૦ અને રાત્રે ૮.૦૦ વાગ્‍યાની (AI 2537/2538) એમ બે દૈનિક ફ્‌લાઇટ ઓપરેટ કરશે. આ ઉપરાંત મુંબઈ માટે સવારે ૮.૩૦ અને સાંજે ૬.૦૦ વાગ્‍યાની એમ બે દૈનિક ફ્‌લાઇટ ચાલુ રહેશે.

ઇન્‍ડિગો વિન્‍ટર શેડ્‍યૂલમાં દિલ્‍હી માટે સવારે ૮.૦૫ વાગ્‍યાની નવી ફ્‌લાઇટ (૬ચ્‍ ૬૫૫૮) અને સાંજે ૫.૫૫ વાગ્‍યાની ફ્‌લાઇટ (૬ચ્‍ ૫૦૦૯) સહિત બે દૈનિક ફ્‌લાઇટ ઓપરેટ કરશે. અન્‍ય ફ્‌લાઇટ્‍સમાં મુંબઈ માટે સવારે ૯.૦૦, સાંજે ૪.૫૫ અને સાંજે ૭.૫૫ વાગ્‍યાની એમ ત્રણ દૈનિક ફ્‌લાઇટ ચાલુ રહેશે. આ સિવાય પુણે માટે મંગળવાર, ગુરુવાર અને રવિવારના રોજ ૧૦.૨૫ વાગ્‍યે (6E 6245), ગોવા માટે ૧૨.૦૦ વાગ્‍યે દૈનિક (૬ચ્‍ ૦૧૫૫), હૈદરાબાદ માટે ૩.૫૫ વાગ્‍યે દૈનિક (6E 6371) અને બેંગ્‍લોર માટે ૪.૧૫ વાગ્‍યે દૈનિક (૬ચ્‍ ૬૫૦૮) ફ્‌લાઇટ ચાલુ રહેશે.

અંતમાં, ઇન્‍ડિગોના વિન્‍ટર શેડ્‍યૂલમાં કોલકાતાની ફ્‌લાઇટનો સમાવેશ કરવામાં આવ્‍યો નથી, જેના કારણે રાજકોટથી ચાઇનાની કનેક્‍ટિંગ ફ્‌લાઇટ હાલ શરૂ નહીં થઈ શકે. જોકે, કોલકાતાથી ચાઇનાની ફ્‌લાઇટ શરૂ થઈ જતાં, ટૂંક સમયમાં રાજકોટથી કોલકાતાની ફ્‌લાઇટની પણ જાહેરાત થવાની શકયતા છે. ઉદ્યોગકારો અને વેપારીઓ આ નવી ફ્‌લાઇટની શરૂઆતને આવકારી રહ્યા છે.

(11:10 AM IST)