<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

દેશમાં ૪૦ સ્‍થળે રોજગાર મેળાઃ રાજકોટમાં ૧૦૦ ઉમેદવારોને પોસ્‍ટલ-રેલ્‍વે સહિતના વિભાગોમાં નોકરી

વડાપ્રધાનનું વર્ચ્‍યુઅલ સંબોધનઃ કૂલ પ૧ હજાર યુવક-યુવતીઓને ઓર્ડરો અપાયા

રાજકોટ તા. ૨૭: દેશભરમાં વિવિધ સ્‍થળોએ યોજાયેલા ૪૦ રોજગાર મેળાઓમાં  સરકારી વિભાગો અને સંસ્‍થાઓમાં નવા નિયુક્‍ત થયેલા ૫૧,૦૦૦ થી વધુ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સ્‍પેશિયલ વીડીયો સંદેશ દ્વારા સંબોધન પણ કર્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સંસદ સભ્‍યો શ્રી પરશોતમભાઈ રૂપાલા અને  શ્રી રામભાઈ મોકરિયા, એડી. ડીવીઝનલ રેલવે મેનેજર શ્રી કૌશલ કુમાર ચૌબે, અગ્રણી ડો. માધવ દવે વગેરેએ નવા ભરતી થયેલા ઉમેદવારોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું.

રાજકોટ ખાતે કુલ ૧૦૦ ઉમેદવારોને નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા, જેમાંથી ૪૦ ઉમેદવારો ટપાલ વિભાગના અને ૬૦ ઉમેદવારો અન્‍ય વિભાગના છે.

દેશભરમાં ૪૦ સ્‍થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું, જેમાં વિવિધ મંત્રાલયો અને વિભાગો જેમ કે પોસ્‍ટ વિભાગ, રેલ્‍વે મંત્રાલય, ગળહ મંત્રાલય, નાણાકીય સેવા વિભાગ વગેરેમાં નવી ભરતી દ્વારા જે ઉમેદવારો કેન્‍દ્ર સરકારમાં જોડાયા છે, તેમને આજે નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્‍યા હતા.

રાજકોટ ખાતે પોસ્‍ટમાસ્‍ટર જનરલ ઓફિસ, રાજકોટ રીજીયન, રાજકોટ દ્વારા ડો. એસ શિવરામ, ડાયરેક્‍ટર પોસ્‍ટલ સર્વિસીસના નેતળત્‍વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  નવા નિયુક્‍ત થયેલા ઉમેદવારોને IGOT કર્મયોગી પોર્ટલ પરના ઓનલાઈન મોડ્‍યુલ ‘‘કર્મયોગી પ્રારંભ'' દ્વારા તાલીમ આપવામાં આવશે, જ્‍યાં ‘‘ગમે ત્‍યાં કોઈ પણ ઉપકરણ'' શિક્ષણ માટે ૩૬૦૦ થી વધુ ઈ-ર્લનિંગ અભ્‍યાસક્રમો ઉપલબ્‍ધ કરાવવામાં આવ્‍યા છે. આ નવા નિયુક્‍ત થયેલા ઉમેદવારોને મજબૂત પાયાની તાલીમ પૂરી પાડશે.

રોજગાર મેળો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીની રોજગાર સર્જનને સર્વોચ્‍ચ પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. તે યુવાનોને રાષ્‍ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરીને તેમને સશક્‍ત બનાવશે.

(11:12 AM IST)