<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

કીડીખાઉને રૂ.૨૨ કરોડમાં વેંચવા નીકળેલા ગીર સોમનાથ પંથકના બે શખ્‍સો રિમાન્‍ડ પર

આંતરરાષ્‍ટ્રીય બજારમાં કરોડોની કિંમત ગણાય છેઃ અતિ દુર્લભ પ્રાણીનો ગેરકાયદે સોદો થતો અટક્‍યોઃ શહેર એસઓજીના પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ રાજેશભાઇ બાળા અને ટીમની કામગીરીઃ વન વિભાગે વધુ તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૭: આંતરરાષ્‍ટ્રીય બજારમાં જેની કિંમત કરોડો રૂપિયા ગણાય છે તેવા અતિ દુર્લભ પ્રાણી કીડીખાંઉ (પેંગોલીન)નું રાજકોટમાં બાવીસ કરોડ રૂપિયામાં વેંચાણ થાય એ પહેલા શહેર એસઓજીએ પર્દાફાશ કરી ગીર સોમનાથ  પંથકના બે શખ્‍સને દબોચી લઇ પ્રાણીનો કબ્‍જો લઇ ફોરેસ્‍ટ શાખાને સોંપ્‍યું હતું. ઝડપાયેલા શખ્‍સો સામે ગુનો નોંધી આગળની તપાસ જામવાડા ફોરેસ્‍ટ અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી હોઇ આ બંને શખ્‍સને પાંચ દિવસના રિમાન્‍ડ પર મેળવી વધુ પુછતાછ શરૂ કરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ વન્‍ય –પ્રાણીઓની પોતાના અંગત લાભ માટે ગેરકાયદેસર રીતે તસ્‍કરી કરી વન્‍યજીવ ચક્રની લાઇફ સાયકલ ડીસ્‍ટર્બ કરતા તત્‍વો ઉપર કડક કાર્યવાહી કરવા સુચના મળી હોઇ જે અનુસંધાને એસઓજીના પો.ઇન્‍સ. સંજયસિંહ એમ. જાડેજાની રાહબરી હેઠળ પો.સબ ઇન્‍સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો ગઇ તા.૨૪/૧૦/૨૦૨૫ના રોજ પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન ખાનગી રાહે હકીકત મળેલ કે વન્‍ય જીવોના શેડયુલ-૦૧માં સામેલ અને રેરેસ્‍ટ ઓફ ધ રેર ગણાતુ દુર્લભ અને લુપ્ત થતી પિંધ્યજાતિનું  પિન્ધ્યણી કીડીખાભ્‍ (પેંગોલીન)ને ગેરકાયદેસર રીતે ગોંધી રાખી એક શખ્‍સ પોતાના આર્થીક લાભ માટે તેનુ વેચાણ કરવા માટે રાજકોટ શહેર ખાતે આવનાર છે. જે અંગે ઉપરી અધીકારીઓને ટેલીફોનીક જાણ કરતા આ વન્‍ય જીવને રેસ્‍કયુ કરવા તથા આરોપીઓને પકડી પાડવા માટે તેઓ દ્વારા મળેલ ત્‍વરીત માર્ગદર્શન આધારે ઢેબર રોડ રાજકોટ શહેર ખાતેથી ગાંગેથા તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથના એક શખ્‍સને

પકડી પાડી તેની યુક્‍તિ-પ્રિંદ્યયુક્‍તિથી પૂછપરછ કરતા વન્‍યજીવ કીડીખાઉ (પેંગોલીન) ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવાડ ગામે અન્‍ય આરોપીના કબ્‍જા ભોગવટામાં ગોંધી રાખેલ હોઇ તેવી વિગતો જણાવતા ઉપરી અધીકારીઓની ટેલીફોનીક મંજુરી મેળવી કોઇપણ જાતના વિલંબ વગર આ અમુલ્‍ય વન્‍યજીવ કીડીખાવ (પેંગોલીન)નું રેસ્‍કયુ કરવા તેમજ આરોપીને પકડી પાડવા માટે પી.એસ.આઇ. વી.કે ઝાલા તથા તેમની ટીમના એ.એસ.આઇ રાજેશભાઈ બાળા, પો.હેડ.કોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા તથા યોગરાજસિંહ ગોહીલ ગીર સોમનાથ જીલ્લા ખાતે જવા માટે રવાના થયેલ હતાં.

 બાદમા મોડી રાત્રે ઘાટવડ ગામે પહોંચી સ્‍થાનીક પોલીસ સ્‍ટેશનની મદદ મેળવી ઘાટવડ ગામથી આગળ દેવથાનીયા જંગલ વિસ્‍તારમા આતુભાઇ લાલકીયા રહે.ઘાટવડની વાડીમા આવેલ પડતર ઓરડીમાં પાંજરામાં ગોંધી રાખેલ કીડીખાવ (પેંગોલીન)ને હસ્‍તગત કરી તેમજ બીજા આરોપીને પકડી પાડી કીડીખાવ (પેંગોલીન)નુ સુરક્ષીત રીતે રેસ્‍કયુ કરી ફોરેસ્‍ટ વિભાગની મદદ મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્‍જ ફોરેસ્‍ટ ઓફીસર જામવાડાને સોંપવામા આવેલ છે. આ મામલે ઘાટવાડ-૨ બીટ ખાતે ફર્સ્‍ટ ઓફેન્‍સ રિપોર્ટથી  અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્‍યો હતો. પોલીસે બે શખ્‍સો બીજલ જીવાભાઇ સોલંકી (ઉ.વ.-૩૯ રહે- ગામ ગાંગેથા તા.સુત્રાપાડા જી. ગીર સોમનાથ) અને દીલીપ વિહાભાઇ મકવાણા (ઉ.વ.-૨૮ રહે-ગામ ઘાટવડ તા. કોડીનાર જી.ગીર સોમનાથ)ની ધરપકડ કરી હતી. કીડીખાઉને પોલીસે ફોરેસ્‍ટ વિભાગને સોંપ્‍યું હતું.

આ કામગીરી શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના હેઠળ પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીએસઆઇ વી. કે. ઝાલા, એએસઆઇ રાજેશભાઈ બાળા, હેડકોન્‍સ.  ઉપેન્‍દ્રસિંહ ઝાલા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, જયદિપસિંહ ચૌહાણ, યોગરાજસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા તથા કોન્‍સ. અનોપસિંહ ઝાલા તથા કોડીનાર પોલીસ સ્‍ટેશનના કોન્‍સ. વિક્રમભાઈ ઓડેદરા, એસીએફ ચંદગુડે ચીરાગ મચ્‍છીન્‍દ્રા તથા આરએફઓ જામવાડા-બી.બી. વાળાએ કરી હતી. ઝડપાયેલા બંને શખ્‍સના વન વિભાગે પાંચ દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા છે.

ઉલ્લેખનીય છે કે પેંગોલિન એક અતિ દુર્લભ અને અનોખું પ્રાણી છે, જેને સ્‍કેલી ઍન્‍ટઈટર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના શરીર પર કઠણ સ્‍કેલ્‍સ જેવું આવરણ હોય છે. આ સ્‍કેલ્‍સ તેને શત્રુઓથી રક્ષણ આપે છે. પેંગોલિન મુખ્‍યત્‍વે એશિયા અને આફ્રિકાનાં જંગલોમાં જોવા મળે છે.  તેના શરીર પર રહેલા સ્‍કેલ્‍સ કેરેટિનથી બનેલા હોય છે, જે આપણા નખ અને વાળમાં પણ હોય છે. આ સ્‍કેલ્‍સ પેંગોલિન માટે એક કવચનું કામ કરે છે. જ્‍યારે પેંગોલિનને જોખમ થાય છે ત્‍યારે તે પોતાનું શરીર ગોળ કરીને બોલ જેવું બની જાય છે. જેથી શત્રુઓ તેને નુકસાન ન પહોંચાડી શકે. આ પ્રાણીની ખાસ કરીને ચીનમાં વધુ માંગ રહે છે અને બજાર કિંમત કરોડો રૂપિયા હોય છે. 

(3:34 PM IST)