<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રાજકોટ યાર્ડમાં મગફળીની આવકઃ નવા વર્ષે મુર્હુતમાં ખેડૂતોને મણે ૩૦ થી ૪૦ રૂા ભાવ વધારે મળ્‍યા

કપાસની ૧૩ હજાર મણ અને સોયાબીનની ૧૭ હજાર આવક

રાજકોટઃ રાજકોટ માર્કેટયાર્ડમાં આજે મગફળી ભરેલા ૨૦૦ વાહનોની આવક થઇ હતી. અંદાજે ૭૫ હજાર મણ મગફળીની આવકો થઇ હતી. નવા વર્ષે મુર્હુતમાં મગફળી ઝીણી એક મણના ભાવ ૮૦૦ થી ૧૨૫૦ અને મગફળી જાડી એક મણના ૭૫૦ થી ૧૩૦૦ રૂા.ના ભાવે સોદા પડયા હતા. નવા વર્ષે મગફળીની ભાવમાં મણે ૩૦ થી ૪૦ રૂા.ના સુધારો થયો હતો. નવા વર્ષના પ્રારંભે ખેડૂતોને મગફળીના ભાવ વધારે મળ્‍યા હતા. તેમજ મગફળી સાથે કપાસ ૧૩ હજાર મણ અને સોયાબીનની ૧૭ હજાર મણની આવકો થઇ હતી. તસ્‍વીરમાં મગફળી ભરેલા વાહનોની કતારો અને નવા વર્ષના પ્રારંભે મુર્હુતના સોદામાં યાર્ડના ચેરમેન જયેશભાઇ બોધરા તથા યાર્ડના ડિરેકટરો ઉપસ્‍થિત રહયા હતા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(11:49 AM IST)