<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

બાબરાના થોરખાણ ગામમાં પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

રાજકોટ સહિત ગામે ગામના ભાવિકો ભાગ લેશેઃ રાત્રે સાંસ્‍કૃતિક કાર્યક્રમોઃ સોૈ માટે મહાપ્રસાદ નૂતન શિખરબધ્‍ધ મંદિરમાં રામ, કૃષ્‍ણ, બજરંગદાસબાપા, કેશવદાસબાપુ વગેરેની મૂર્તિ પધરાવાશેઃ સંતો-મહંતોની હાજરી

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના થોરખાણ ગામમાં શ્રી નૂતન રામજી મંદિરમાં યોજાનારા મૂર્તિ પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ નિમિતે ગામ સમસ્‍ત વતી આયોજક અગ્રણીઓ હિતેષભાઇ લશ્‍કરી, કિશોરભાઇ સાકરિયા, ભાવેશભાઇ સેજાણીએ અકિલા કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાત લઇ નિમંત્રણ પાઠવેલ તે પ્રસંગની તસ્‍વીર. (તસ્‍વીરઃ અભિજીત બગથરિયા)(૨.૧૨)

રાજકોટ તા.૨૭: અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં (બાબરાથી ૩૦ કી.મી. અને રાજકોટ જિલ્લાના આટકોટથી ૧૫ કી.મી. દુર) આવેલ થોરખાણ ગામમાં શ્રી નુતન રામજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવનું તારીખ ૨૯ ઓક્‍ટોબર બુધવારથી તારીખ ૩૧ ઓક્‍ટોબર શુક્રવાર સુધી ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. સમસ્‍ત ગ્રામજનો અને શ્રી રામજી મંદિરના પુજારી શ્રી લશ્‍કરી પરિવાર દ્વારા તેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ મહોત્‍સવમાં સ્‍થાનીક તેમજ આસપાસના ગામોના ભાવિકો અને મૂળ આ ગામના વતની તેમજ હાલ રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત અને મુંબઈ વગેરે શહેરોમાંથી ભાવિકો તેમજ ગામની બહેનો-દિકરીઓ ભાગ લેવાં આવશે. ત્રણ દિવસ બંન્ને સમયે ધુમાડાબંધ મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે. નવનિર્મિત મંદિરમાં શ્રી રામ દરબાર, શ્રી રાધા કળષ્‍ણ, શ્રી બજરંગદાસ બાપા તેમજ મંદિરમાં દાયકાઓ સુધી પૂજારી તરીકે સેવા આપી ૩૫ વર્ષ પહેલાં સાકેતવાસ થયેલાં શ્રી કેશવદાસ બાપુની પ્રાણ પ્રતિષ્ઠા કરી મુર્તિ પધરાવવામાં આવશે.

થોરખાણ ગામમાં ૭૫ વર્ષ પહેલાં બંધાયેલ મંદિર કાળક્રમે જીર્ણ થઈ જતાં તેનાં સ્‍થાને નવું શિખરબધ્‍ધ શ્રી રામજી મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે. મૂર્તિ પ્રતિષ્ઠાની શાષાોક્‍ત વિધિ ગોંડલના શાષાી શ્રી હર્ષકાંતભાઈ ગૌરીશંકરભાઈ મહેતા તથા થોરખાણના શાષાી શ્રી ભુપેન્‍દ્રાભાઈ હરિલાલ રાવલ અને અન્‍ય ભુદેવો કરાવશે. મંચ સંચાલક તરીકે રાજકોટના કથાકાર શ્રી ભરતદાસ બાપુ દેશાણી સેવા આપશે. પ્રથમ દિવસે તારીખ ૨૯ બુધવારે સવારે ૯:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધી દર્શનીય મૂર્તિઓ સાથે શોભાયાત્રા ગામમાં ફરી મંદિરે પહોંચશે. તે દિવસે સવારે ૮:૦૦ કલાકે શ્રી ગણપતી પૂજન, બપોરે ૩:૦૦ કલાકે દેવતાઓનું પૂજન, ૪: ૦૦ કલાકે અગ્નિ સ્‍થાપન થશે.

બિજા દિવસે તારીખ ૩૦ ગુરૂવારે સવારે ૮:૦૦ કલાકે સુર્ય પૂજા, ૧૦:૦૦ કલાકે વિષ્‍ણુયાગ યજ્ઞ, સાંજે ૫:૩૦ કલાકે મહાન્‍યાસ અને સાંજે ૬:૦૦ કલાકે આરતી થશે. ત્રીજા દિવસે તારીખ ૩૧ શુક્રવારે સવારે ૮:૦૦ કલાકે નિત્‍ય પૂજા, ૮:૩૦ વાગ્‍યે શ્રી રામ પંચાયત પૂજા, બપોરે ૧૨:૦૦ કલાકે શિખર વિધિ, બપોરે ૧૨:૪૫ કલાકે પ્રતિષ્ઠા વિધિ, બપોરે ૧:૩૦ કલાકે ધ્‍વજારોહણ, ૨:૧૫ કલાકે દિગપાલ હોમ, બપોરે ૩:૩૦ કલાકે પૂર્ણાહુતી અને સાંજે ૨:૩૦ કલાકે મહાઆરતી થશે. તારીખ ૨૮ સાંજથી તારીખ ૩૧ સાંજ સુધી દરેક સમયે તમામ ઉપસ્‍થિત ભાવિકો માટે ભોજન મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખેલ છે.

મહોત્‍સવ નિમિત્તે સુપ્રસિધ્‍ધ કથાકાર શ્રી મોરારીબાપુએ શુભ સંદેશ પાઠવેલ છે. મહોત્‍સવના દિવસોમાં લિંબડી મોટા મંદિરના શ્રી લલીત કિશોરશરણજી મહારાજ, સાવરકુંડલા માનવ મંદિરના શ્રી ભક્‍તિબાપુ, રૂપલધામ રામપરાનાં આઈ શ્રી રૂપલમાં, શક્‍તિધામ આશ્રમ-ગરણી રોડના શ્રી વાલબાઈમાં તેમજ લાભુરામ ગુરૂઆશ્રમ-થોરખાણના મહંત શ્રી દિલીપબાપુ અને નકળંગ આશ્રમ-રાણપરના પરેશબાપુ વગેરે સાધુ-સંતો ઉપસ્‍થિત રહી આશિવાદ આપશે. ઉપરાંત રાજકીય, સામાજિક તેમજ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે,

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ અંતર્ગત ત્રણ દિવસ રાત્રે નવ વાગ્‍યે સાંસ્‍કળતિક કાર્યક્રમો રાખેલ છે. તારીખ ૨૮મીએ મંદિરના લાભાર્થે ખેરડીનું પ્રખ્‍યાત રામામંડળ રાખેલ છે. તારીખ ૨૯મીએ રાત્રે ગ્રામજનોના લાઈવ રાસ-ગરબાં થશે જેમાં ગાયક કલાકાર દેવાંગીબેન પટેલ અને અશ્વિનભાઈ મેવાડા તેમનાં કંઠના કામણ પાથરશે. તારીખ ૩૦મીએ ગુરૂવારે શત્રે ભવ્‍ય લોકડાયો રાખેલ છે. જેમાં મૂળ થોરખાણના વતની હાસ્‍ય કલાકાર શ્રી મિલન તળાવીયા તથા અલ્‍પાબેન પટેલ, પૂજાબેન ચૌહાણ અને અંકિત ખેની તેમની કલા પીરસશે. ઉપરોક્‍ત તથા મહોત્‍સવના દરેક કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ આરાધના સ્‍ટુડીયો-સુરત દ્વારા યુ ટયુબ ચેનલ પર કરવામાં આવશે...

મંદિર નિર્માણ અને મહોત્‍સવના મુખ્‍ય યજમાન તરીકે શ્રી મહેશભાઈ નાગજીભાઈ સાકરીયા, શ્રી અશોકભાઈ બાવનદાસબાપુ લશ્‍કરી, શ્રી વિમલભાઈ ભીમજીભાઈ સાકરીયા, શ્રી અરવિંદભાઈ ઉકાભાઈ સાકરીયા, શ્રી જયરાજભાઈ રમણીકભાઈ સાકરીયા અને શ્રી દિપકભાઈ ધીરૂભાઈ અકબરી છે. આ ઉપરાંત સમસ્‍ત થોરખાણના ગ્રામજનો તેમજ બહારગામ રહેતા વતનીઓ તરફથી મંદિર નિર્માણ કાર્ય અને મહોત્‍સવના વિવિધ કાર્યક્રમોમાં માટે તન-મન-ધનથી સહયોગ આપેલ છે. ગામ-સમસ્‍ત અને ૫.પુ. કેશવદાસ બાપુના વારસદાર લશ્‍કરી પરિવારે સહુને મહોત્‍સવનો લાભ લેવાં જાહેર નિમંત્રણ પાઠવેલ છે. વધુ માહિતી માટે મો.નં. ૯૩૭૭૧ ૯૪૯૦૫ અથવા ૯૦૨૩૯ ૬૨૦૦૪ ઉપર સંપક સાધવા જણાવાયું છે.(૨.૧૨)

 

(2:04 PM IST)