<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

સોની વેપારીના ઘરમાંથી ૭૦ લાખની ચોરીમાં ભાવનગરનો ભુરો ઝડપાયોઃ દાગીના વેંચે એ પહેલા પોલીસ પહોંચી ગઇ

વર્ષો પહેલા લાખોની ચોરી કરી, પછી ભંગારનો ધંધો ચાલુ કર્યો, પણ દેણું થઇ જતાં ફરી ચોરીનો પ્‍લાન ઘડયો અને ટુવ્‍હીલર લઇ ભાવનગરથી છેક રાજકોટ આવ્‍યોઃ ‘અલભ્‍ય' બંગલાની રેકી કરી અંદર કોઇ નથી તેની ખાત્રી કરી કુદી ગયો'તો : ભક્‍તિનગર સોસાયટીમાં દિવાળીની સાંજે થઇ હતી ચોરીઃ ક્રાઇમ બ્રાંચની ટીમને સફળતા : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસિયાની રાહબરીમાં પીઆઇ ગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ, પીએસઆઇ એ.એન.પરમાર, એસ.વી.ચુડાસમાં, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એએસ.ગરચરની ટીમોને સફળતા મળી : ક્રાઇમ બ્રાંચની ટીમોએ ૧૫૦૦ જેટલા સીસીટીવી ફુટેજ ચેક કર્યાઃ પકડાઇ નહિ તે માટે ચોરી કર્યા બાદ ભાવનગર પહોંચતા સુધીમાં ઇકબાલ ઉર્ફ ભુરો સમાએ રસ્‍તામાં ત્રણ વખત કપડા પણ બદલ્‍યા હતાં

રાજકોટ તા. ૨૭:  શહેરની ભક્‍તિનગર સોસાયટીમાં આવેલા સોની વેપારીના બંગલોમાં દિવાળીની સાંજે રૂ.૪૦ લાખથી વધુનું ચોરી થઈ હતી. આ ગુનાનો ભેદ શહેર ક્રાઈમ બ્રાન્‍ચે ઉકેલી નાખી ભાવનગરના એક શખ્‍સને ઝડપી લીધો છે અને રોકડ તથા સોના ચાંદીના દાગીના મળી ૭૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી પકડાતા ચોરીનો આંકડો પણ વધી ગયો હતો. અગાઉ પણ લાખોની એક ચોરીમાં સંડોવાઇ ચુકેલા ભાવનગરના આ શખ્‍સે બાદમાં ભંગારનો ધંધો ચાલુ કર્યો હતો. જેમાં મોટુ દેણું થઇ જતાં ફરી ચોરી કરવાનો પ્‍લાન ઘડી ટુવ્‍હીલર હંકારી રાજકોટ આવ્‍યો હતો અને ‘અલભ્‍ય' બંગલોની રેકી કરી અંદર કોઇ નથી તેની ખાત્રી કર્યા બાદ ચોરી કરી લીધી હતી. જો કે લાખોના દાગીના ઉઘડતી બજારે વેંચે એ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાંચ પહોંચી ગઇ હતી. આ શખ્‍સને દબોચ્‍યા માટે આશરે ૧૫૦૦ જેટેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્‍યા હતાં.

જાણવા મળેલી વિગતો મુજબ ભક્‍તિનગર સોસાયટી શેરી નં.૫,પોસ્‍ટ ઓફીસની સામે આવેલ ‘અલભ્‍ય' નામના બંગલોમાંથી રહેતા સોની વેપારી દિશાંતભાઇ જયેશભાઇ રાણપરા (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી અજાણ્‍યા સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો  હતો. દિવાળીની સાંજે તેઓ પરિવાર સાથે પેલેસ રોડ પર પોતાના શો રૂમ ખાતે ચોપડા પૂજનમાં ગયા હતાં ત્‍યારે સાડા ત્રણ કલાક રેઢા પડેલા તેમના ઘરમાં ચોરી થતાં ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ થયો હતો. આ ગુનો ક્રાઇમ બ્રાન્‍ચે ઉકેલી નાખ્‍યો છે. ક્રાઇમ બ્રાન્‍ચે સોનાના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળીને કુલ કિ.રૂા.૭૦,૦૫,૯૦૦ના મુદામાલ સાથે ઇરફાન ઉર્ફે ભુરો ઇકબાલભાઇ સમા જાતે-મુસ્‍લીમ લુહાર (ઉ.વ.૪૦ ધંધો-ભંગારનો રહે.રેલ્‍વે સ્‍ટેશન રોડ, શેલાર પીરની દરગાહ પાસે, અમીપરા મસ્‍જીદની સામે, ભાવનગર શહેર)ને પકડી લીધો છે.

વધુ માહિતી મુજબ તા.૨૦/૧૦/૨૦૨૫ના રોજ દિવાળીની સાંજે રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આવેલ ભકિત નગર સોસાયટી, શેરી નં.-૫, પોસ્‍ટ ઓફીસની સામે અલભ્‍ય બંગલોમાંથી સોનાના દાગીના તથા ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપીયાની રાત્રીના આશરે પોણા આઠ થી રાત્રીના સાડા અગીયારેક વાગ્‍યાની આસપાસ ચોરી થયેલ જેમાં કુલ કિમત રૂા.૪૦,૩૦,૦૦૦ની ચોરી થઇ હતી. આ ગુનો ઉકેલવા ક્રાઇમ બ્રાન્‍ચની ટીમો કામે લાગી હતી. અંતે સફળતા મળી હતી. ઘરફોડ ચોરી ઉકેલવા માટે ઉપરી અધિકારીઓની સુચના અન્‍વયે પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા તથા એમ.એલ.ડામોર તથા સી.એચ.જાદવએ ટીમના પોલીસ સબ ઇન્‍સપેકટર એ.એન.પરમાર, એસ.વી.ચુડાસમાં, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એએસ.ગરચરને તેમજ તેમની ટીમમાં રહેલ પોલીસ કર્મચારીઓને ઘરફોડી ચોરી ડીટેકટ કરવા જરૂરી સુચના આપતા તમામ ટીમના પો.સબ ઇન્‍સપેક્‍ટરએ ટીમના તમામ પોલીસ કર્મચારીઓને માર્ગદર્શન આપી અલગ-અલગ ટીમો બનાવી હતી.

આ ટીમોએ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું અને પગેરૂ મળ્‍યું હતું. પોલીસ રાજકોટથી શરૂ કરી ભાવનગર સુધી લગભગ પંદરસો ફૂટેજ ચેક કરીને આરોપીના ઘર સુધી પહોંચી ગઇ હતી. પોલીસે આરોપી ભૂરા પાસેથી સોનાના દાગીના કુલ વજન ૬૧૩.૧૫૦ ગ્રામ રૂ.૬૫,૪૮,૦૦૦, ચાંદીના દાગીના કુલ વજન ૧૬૯૪.૨૮ ગ્રામ રૂ.૧,૩૨,૮૦૦ તથા રોકડા ૨,૩૫,૦૦૦ મળી કુલ રૂ.૭૦,૦૫,૯૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ  જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત.બી.બસીયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ પોલીસ સબ ઇન્‍સ એ.એન.પરમાર, એસ.વી. ચુડાસમા, વી.ડી.ડોડીયા, એમ.વી.મોવલીયા, એ.એસ.ગરચર, એ.એસ.આઇ. વિજયરાજસિંહ જાડેજા, હિતેન્‍દ્રસિંહ ઝાલા, અમિતભાઇ અગ્રાવત, વિજયભાઇ સોઢા, સંજયભાઇ દાફડા, હેડ કોન્‍સ.જયદેવસિંહ પરમાર, કળષ્‍ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, -દિપસિંહ જાડેજા, દિપકભાઇ ચૌહાણ, રાજેશભાઇ જળુ, જયરાજભાઇ કોટીલા, દિલીપભાઇ બોરીચા, સુભાષભાઇ ઘોઘરી, સંજયભાઇ રૂપાપરા, મોહિલરાજસિંહ ગોહિલ, ક્રિપાલસિંહ ઝાલા, દિપકભાઇ ડાંગર, ઉમેશભાઇ ચાવડા, કિશનભાઇ પાંભર, પોલીસ કોન્‍સ., સંજયભાઇ ખાખરીયા, તુલશીભાઇ ચુડાસમાં, મહાવીરસિંહ જાડેજા, સંજયભાઇ અલગોતર, અનુજભાઇ ડાંગર, વિશાલભાઇ દવે, કરણભાઇ કોઠીવાલ, જીલુભાઇ ગરચર, ગોપાલભાઇ પાટીલ, મયુરધ્‍વજસિંહ જાડેજા, પંશાતભાઇ ચુડાસમાએ કરી હતી. આગળની તપાસ ભક્‍તિનગર પોલીસે હાથ ધરી છે. 

(3:38 PM IST)