<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

ઇન્‍ડીયન કેમીકલ સોસાયટીનો લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ મેળવતા ડો.અનામિક શાહ

આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય સ્‍થાપિત એવી એવોર્ડનો શ્રેય ૭૦ સંશોધન વિદ્યાર્થીઓ, શાળા શિક્ષક વધેકા પીએચ.ડી. માર્ગદર્શક ડો. વી.એમ. ઠાકોર તેમજ ડો. વિભૂતિ જોશીને

રાજકોટ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના રસાયણ શાષા વિભાગના પ્રોફેસર, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક અને ઇન્‍ડીયન સોસાયટી ઓફ કેમીસ્‍ટ એન્‍ડ બાયોલોજીસ્‍ટ, લખનૌના ૧ર વર્ષથી અધ્‍યક્ષપદ શોભાવતા પ્રો. અનામિક શાહ (મો. ૯૮રપર ૧પ૬પ૬) ને આચાર્ય પ્રફુલ્લચંદ્ર રોય સ્‍થાપિત ઇન્‍ડીયન કેમીકલ સોસાયટીનો લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ પ્રાપ્ત થતા સૌરાષ્‍ટ્ર-ગુજરાત અને રાજય બહારના રસાયણ વિજ્ઞાનીઓમાં ખૂબ આનંદ અને પ્રસન્‍નતા ફેલાઇ છે.

૩૩ વર્ષથી વધુ સમય સુધી રસાયણ ભવનના અધ્‍યાપક તરીકેની સેવાઓ દરમિયાન શ્રી અનામિક શાહે મેડીસીનલ, એનાલીકલ તેમજ ફાર્મા સ્‍યુટીકલ્‍સના વિષયોમાં આશરે ર૦૦થી વધુ અનુસ્‍નાતકોને તૈયાર કર્યા, ૭૦ થી વધુ સંશોધન વિદ્યાર્થીઓને સીધુ  માર્ગદર્શન આપ્‍યું, ૩૦ થી વધુ સંશોધકોને પરોક્ષ પીએચડી. માર્ગદર્શન આપ્‍યું. તેમના ૪૦ વિદ્યાર્થીઓએ ફ્રાંસ, બેલ્‍જીયમ, તાઇવાન, ઓસ્‍ટ્રીયા, અમેરિકા, યુ. કે. જર્મની, ઇટાલી, ચાઇના સહિતના દેશોમાં ડોકટરલ,  પોસ્‍ટ ડોકટરલ તેમજ પ્રોડોકટરલ તાલીમ મેળવી દેશ પરદેશમાં ફાર્મા કંપનીઓમાં સેટલ થયા. ગુજરાત તેમજ રાજય બહારની કંપનીઓમાં ટોચના રીસર્ચ સાયન્‍ટીસ્‍ટ તરીકે કામ કરી રહ્યા છે.

અનેક આંતર પ્રી ચ્‍યોર સંશોધકોએ તેમના માર્ગદર્શનમાં ફાર્મા સ્‍યુટીલ કંપનીઓ શરૂ કરી સોૈરાષ્‍ટ્રને ‘માની ફાર્મા હબ' બનાવવામાં સફળ થયા છે. ડો.અનામિક શાહનું રાષ્‍ટ્રીય કક્ષાએ ગણનાપાત્ર સ્‍થાન ઉભુ કરવામાં તેમણે ૧૮ જેટલા સંશોધન પ્રોજેકટ એસ્‍ટ્રા-ઝેનેકા, સ્‍પેક બાયોસ્‍પેક જેવી પરદેશની કંપનીઓ તેમજ ડાબર, પિરામલ એલેમ્‍બીક, ઝાયડસ, કલેરીસ લાઇફ અને બીજી કંપનીઓ સાથે રહીને DST, DBT, CSIR, UGC, DPRP (ફાર્મા), ડીપા. ઓફ એરમીક એનર્જી, હેવી વોટર બોર્ડ વગેરે સાથે નવા મોલેકયેલ્‍સ પર સંશોધન કરી ટયુબરકયુ લે.સી સ, કેન્‍સર તેમજ HIV માટે નવીનતમ ‘મોલકયુલ શોધ્‍યા તેની પેટન્‍ટો લીધી અને છેક NIH, USA અને TRACF જેવા આંતરરાષ્‍ટ્રીય પ્રોજેકટો પણ પ્રાપ્ત કર્યા. કુલ ૨૨૫ આંતરરાષ્‍ટ્રીય સંશોધનપત્રો પ્રકાશિત કર્યા એ પણ ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં અતિ આધુનિક ગણાય તેવી ‘નેશનલ ફેસીલીટી ફોર ડ્રગ ડીસ્‍કવરી સેન્‍ટર' સોૈ. યુનિ.ના ત્‍યારના કુલપતિઓ અને રસાયણ જીવનના સહકારમાં રૂા.૫ કરોડના ખર્ચે પ્રથમ તબક્કામાં અને રૂા.૧૨ કરોડના ખર્ચે સેન્‍ટર ઓફ એકસલન્‍સમાં ૩૫૦૦૦ ચો.ફુટમાં ત્રણ સ્‍ટડી ભવ્‍ય બિલ્‍ડીંગમાં આઠ પ્રયોગશાળાઓ રૂા.૧ લાખથી ૧ કરોડ સુધીના કુલ ૨૦ સાધનો (૪૦૦ MHZ, NMR, GC-MS, ક્રોમેરોગ્રીફ શ્રોડીન્‍જર બાયો ઈનર્ફોમેટીકસ સ્‍ટેબીલીટી ચેમ્‍બર, સીંગલ ટીસૂલ XRD, UPLC, CHN, એનેલાઇઝર જેવા સાધનો વસાવી દેશના પ૦૦થી વધુ રીસર્ચ સ્‍કોલરો પ૦થી વધુ કંપનીઓ તેમજ ૧૦૦ જેટલી યુનિ. ઓ માટે કામ કરી યુનીક રેવન્‍યુ જનરેશન, મોડેલ ર૦૦૭ થી ર૦૧૯ સુધી અવિરત ચલાવ્‍યુ (દુર્ભાગ્‍યે આ સમગ્ર સેન્‍ટર છેલ્લા ત્રણ વર્ષથી ઉપેક્ષિત અને બંધ હાલતમાં છે.), વિશેષમાં દેશના રસાયણવિજ્ઞાનીઓ પાસે સ્‍વયં બનાવેલા ૧પ૦૦૦ નવા ડ્રગ...જેવા મોલેકયુલ્‍સ માટે FPMD ફેસીલીટી ફોર મોલેકયુલર ડાયવરસીટી, દ્વારા તેની કમ્‍પાઉન્‍ડ લાઇબ્રેરી પણ ઊભી કરી જે આવનારા સંશોધને માઇક્રોબાયોલોજીસ્‍ટને ઉપયોગી થશે.

લાઇફ ટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ મેળવનારા ડો. અનામિક શાહ આ સન્‍માન માટે હોય સહુ પ્રથમ પોતાના ૭૦ સંશોધક વિદ્યાર્થીઓને સાથી મકોલબરેટરો (દેશ-પરદેશના) તેમજ સૌ. યુનિ.ના જે તે સમયના તંત્ર વાહકોને આપે છે. તદ્‌્‌ઉપરાંત તેમનામાં રસાયણશાષાનો રસ, પ્રદીપ્ત કરનાર વીરાણી હાઇસ્‍કુલના શાળા શિક્ષક સ્‍વ. પ્રભાકર બધેકા, સીનીયર ઔષધ વૈજ્ઞાનિક ડો. વિભૂતી જોશી, પીએચ.ડી. માર્ગદર્શક ડો. વી. એમ. ઠાકોર રસાયણ ભવનના વડા ડો. અરૂણ પરીખ, દેશભરના રસાયણ વિજ્ઞાનીઓ તેમજ પ્રોજેકટ ફંડ આપનાર એજન્‍સીઓને આપે છે. (૯.ર૦)

(2:01 PM IST)