<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

જય જલિયાણ, કરે સૌનું કલ્‍યાણઃ ઉત્‍સવી માહોલ વધારવા ઝંડી વિતરણ

જલારામ તમને વંદન વારંવાર, આપના દર્શનનો આનંદ અપરંપાર : આજે રાત્રે ભકિતનગર સર્કલ ખાતે ઝંડીઓ લગાવાશેઃ કાલે સંકલન બેઠકઃ બુધવારે જલારામ જયંતીની ઉજવણીઃ સૌને ભાગ લેવા નિમંત્રણ

શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ દ્વારા તા. ર૯ બુધવારે ઉજવાનાર શ્રી જલારામ જયંતીના પ્રચારાર્થે મવડી રોડ નજીકના સ્‍વામિનારાયણ ચોકમાં સમિતિ સાથે સંકળાયેલા ભકતોએ પૂજય બાપાના ફોટા સાથેની ઝંડીનું વિતરણ કરેલ તે પ્રસંગની તસ્‍વીર

રાજકોટ તા. ર૭: ‘વિશ્‍વ વંદનીય' સંત પુષ્‍પ પૂ. શ્રી જલારામ બાપાની રર૬મી જન્‍મ જયંતિ-અનુસંધાને શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિ-રાજકોટ દ્વારા રાજકોટના સ્‍વામીનારાયણ ચોક, મવડી પ્‍લોટ વિસ્‍તારમાંથી શ્રી જલારામ બાપાની ઝુંડી-વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો તથા આ વિસ્‍તારમાં ફોર વ્‍હીલર્સ-ટુ-વ્‍હીલર્સમાં ઝુંડીઓ લગાવવામાં આવેલ તથા તમામ જલારામ ભકતોને શોભાયાત્રામાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવેલ તથા પૂ. શ્રી જલારામ બાપાનું પૂજન કરી જલારામ બાપાનો જય જયકાર કરવામાં આવેલ. આજે સોમવારે રાત્રે ૯-૩૦ કલાકે ભકિતનગર સર્કલે જલારામ ઝુંડી વિતરણ કરાશે.

શ્રી જલારામ જન્‍મોત્‍સવ સમિતિના સર્વે જલારામ ભકતો તથા સ્‍વામીનારાયણ ચોક, મવડી પ્‍લોટ વિસ્‍તારના અગ્રણીઓ તથા જલારામ ભકતો ઉપસ્‍થિત રહ્યા હતા. જેમાં પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્‍ડોચા, શ્રી મનુભાઇ જોબનપુત્રા, ડો. અનિલ દશાણી, મનીષભાઇ સોનપાલ, વજુભાઇ વિઠલાણી, સોનલબેન સોમૈયા, હિતેન્‍દ્રભાઇ વડેરા, અશ્‍વિનભાઇ તથા રાજેશભાઇ મીરાણી, મયુરભાઇ નથવાણી, નિરવભાઇ રાયચુરા, ઋષિભાઇ ગણાત્રા, કશ્‍યપભાઇ ભીમજીયાણી, રાજુભાઇ જસાણી, વિશાલભાઇ લુકકા, આશિષ મંગેચા, હર્ષ પૂજારા, ભાવેશ સવાણી, જતીન દતાણી, જયદિપભાઇ કોટક, ચંદન પૂજારા, જેઠાભાઇ મગેચા તથા આ વિસ્‍તારના અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. તા. ર૯ બુધવારે યોજાનાર જલારામ શોભાયાત્રામાં સર્વેને પધારવા તથા મહા આરતી, મહાપ્રસાદ, લોકડાયરામાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે.

(2:31 PM IST)