<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

દિવાળીમાં શરદી-તાવ-ઉધરસ-ઝાડા-ઉલ્‍ટીના દર્દી ઘટયા : ૯૮૫ કેસ

મનપા દ્વારા ૪૪૬૬૯ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૦૪૭ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવો : મચ્‍છરજન્‍ય રોગચાળામાં ડેન્‍ગ્‍યુના ૩ દર્દી, મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૪૭ને નોટીસ

 

 

રાજકોટ તા.૨૭: શહેરમાં દિવાળી તહેવાર દરમ્‍યાન મિકસ ઋતુમાં ઘટાડો નોંધાયો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં ગત સપ્‍તાહ કરતા આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના કેસમાં આંશીક ઘટાડો જોવા મળ્‍યો છે.

આ સપ્‍તાહે ૯૮૫થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છજન્‍ય રોગના ૩ કેસ નોંધાયા છે.

આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ર૦ થી ૨૬ ઓકટો. સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

મચ્‍છરજન્‍ય રોગચાળાના ૩ કેસ

છેલ્લા સપ્‍તાહમાં ડેન્‍ગ્‍યુના ૩ કેસ નોંધાયા છે.

શરદી-ભાવના ૯૮૫ થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ ૪૮૫ તેમજ સામાન્‍ય તાવના ૪૨૯ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૬૯, ટાઇફોઇડના ૧ તથા કમળાના ૧ સહિત કુલ ૯૮૫ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૩૦૮૬૪ તેમજ સામાન્‍ય તાવતા ૩૧૭૧૩ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૭૬૩૦ તથા ટાઇફોઇડના ૮૯ તેમજ કમળાના ૧૨૭ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ ૫૪૭ ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહયા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૪૬૬૯ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૦૪૭ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે.

આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૬૨ર થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૫૪૭ લોકોને નોટીસ પાઠવી હતી. (૨.૧૭)

 

(2:49 PM IST)