<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

નવા વર્ષના પ્રારંભે ખાદ્યતેલોમાં ભાવ ઘટયા સીંગતેલ-કપાસીયા તેલ]માં ર૦ રૂા. તૂટયા

 

રાજકોટ, તા., ર૭: નવા વર્ષના પ્રારંભે  ખાદ્યતેલોમાં ભાવ ઘટયા છે. સીંગતેલ અને કપાસીયા તેલમાં આજે ર૦ રૂા. તૂટયા છે.

સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં નવા વર્ષના પ્રારંભે મગફળીની આવકો વધતા સ્‍થાનીક બજારમાં સીંગતેલમાં ર૦ રૂા.નો ઘટાડો થયો હતો.  સીંગતેલ લુઝના ભાવ ઘટીને ૧૩૭૫ રૂા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ર૪૦૦ થી ર૪પ૦ રૂા. હતા તે ઘટીને ર૩૮૦ થી ર૪૩૦ રૂા. થયા હતા. કપાસની આવકો વધતા કપાસીયા તેલમાં પણ ર૦ રૂા. ઘટયા હતા. કપાસીયા તેલ લુઝના ભાવ ઘટીને ૧ર૬૦ અને કપાસીયા ટીનના ભાવ રરપ૦ થી ર૩૦૦ રૂા. હતા તે ઘટીને રર૩૦ થી રર૮૦ રૂા. થયા હતા.

આગામી દિવસોમાં ખાદ્યતેલોમાં હજુ પણ ભાવો ઘટે તેવી શકયતા છે તેમ વેપારી સુત્રોએ જણાવ્‍યું છે.

(3:55 PM IST)