<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

રામ ગ્રુપ દ્વારા રઘુવંશી ઉમેદવારો માટે ડીસેમ્‍બરમાં પરિચય મેળાનું આયોજન

રાજકોટ તા. ૨૭ : રામ ગ્રુપ દ્વારા આશિષ પુજારાના માર્ગદર્શન હેઠળ સતત પમાં વર્ષે લોહાણા સમાજ માટે નિઃશુલ્‍ક પરિચય સંમેલનનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રામ ગ્રુપના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે દર વર્ષની માફક આ વર્ષે પણ તા. ૧૪-૧૨-૨૦૨૫ ના હાઇટેક પધ્‍ધતિથી આ પરિચય સંમેલન સરસ્‍વતી સ્‍કુલ, ૧- મારૂતીનગર, જુના એરપોર્ટ રોડ, રેસકોર્ષ રીંગરોડ ખાતે યોજેલ છે.

જેમાં ૧૯૯૦ પછીના તમામ રઘુવંશી ઉમેદવારો ભાગ લઇ શકશે. બીકોમ પછીના માસ્‍ટર ડીગ્રી ધરાવતા દરેક ઉમેદવારો આ સંમેલનમાં ભાગ લઇ શકશે.

ભાગ લેવા ઇચ્‍છુક ઉમેદવારે પોતાના બાયોડેટા સાથેની જેપીજી ફોર્મેટ એટેચ કરવાની રહેશે. રજીસ્‍ટર થયેલ ઉમેદવારોની વિગતો સ્‍ક્રીન પર રજુ થશે. ઉમેદવારે સ્‍ટેજ સુધી આવવાની જરૂર નહીં રહે. બાદમાં અનુભવી ટીમ દ્વારા મીટીંગ ગોઠવી અપાશે.

રજીસ્‍ટ્રેશન માટે આશીષભાઇ મો.૯૮૨૫૩ ૦૦૩૩૩ ઉપર વિગતો મોકલવાની રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે પ્રસાદીરૂપ ભોજનની પણ વ્‍યવસ્‍થા રાખેલ છે. ગયા વર્ષે ૫૦૦ એન્‍ટ્રી આવી હતી. આ વર્ષે એથી વધુ એન્‍ટ્રીની આશા આયોજકોએ રાખી છે.

તસ્‍વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ રઘુવંશી પરિચય મેળા અંગેની વિગતો વર્ણવતા રામ ગ્રુપના સર્વશ્રી આશીષભાઇ, જલ્‍પાબેન દતાણી, આશાબેન ખંધેડીયા, સોનાબેન અઢીયા, ધવલભાઇ પાબારી, યશભાઇ વિઠલાણી, મેહુલભાઇ મજીઠીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા

(3:00 PM IST)