<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

કોંગ્રેસ નવા જોમ, જુસ્‍સા, સાથે મેદાનમાં: સાંજે જનસભા

અમિત ચાવડા, મુકુલ વાસનિક અને તુષાર ચૌધરી રાજકોટમાં ડો. રાજદીપ જાડેજાની આગેવાનીમાં શહેરના તમામ વોર્ડના પ્રમુખો સાથે મીટીંગ બાદ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠકઃ સાંજે નાગરબોડિઁગ ખાતે જનસભાઃ કાલે ત્રણેય નેતાઓ ખોડલધામ ધજા ચડાવાશે, બાદ બોટાદમાં શહેર-તાલુકાના અને ખેડૂતો સાથે ચર્ચાઃ બુધવારે મોરબીમાં

રાજકોટઃ કોંગ્રેસ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે ત્રણ દિગ્‍ગજ નેતાઓ આજે, રાજકોટમાં છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ અને પ્રભારી મુકુલ વાસનિક અને વિધાનસભાના કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીના આજે નેતાઓ, હોદેદારો અને કાર્યકરો સાથે ભરચક કાર્યક્રમો યોજાયા છે.

અમિતભાઇ ચાવડા તો બે દિવસથી રાજકોટમાં છે, જયારે મુકુલ વાસનિક અને તુષાર ચૌધરી આજે બપોરે રાજકોટ આવી પહોંચ્‍યા હતા. આગેવાનોએ બપોરે પ્રેસ કોન્‍ફરન્‍સ  સંબોધી હતી.

ત્‍યારબાદ શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાની આગેવાનીમાં શહેરના તમામ વોર્ડ પ્રમુખો સાથે કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક કરશે. બાદ બપોરે ત્રણ વાગે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરનાર છે.

અમિત ચાવડા, મુકુલ વાસનિક અને તુષાર ચૌધરીની આગેવાનીમાં સાંજે ૬:૩૦ વાગ્‍યાથી નાગર બોડિઁઁગ ખાતે જનસભા રાખવામાં આવેલ છે જેમાં મોટી સંખ્‍યામાં આગેવાનો, કાર્યકરો ઉપસ્‍થિત રહેશે.

આ આગેવાનો આવતી કાલે તા.૨૮ના મંગળવારે શ્રી ખોડલધામ મંદિરે ધજા ચડાવાશે બાદ બોટાદમાં ખેડૂત સંમેલનમાં હાજરી આપશે જયારે બુધવારે મોરબી જશે. જયાં શહેર તાલુકાના આગેવાનોને મળશે. ઉપરાંત જનઆક્રોશ સભાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

તસ્‍વીરમાં રાજકોટ એરપોર્ટ પર રાજયસભા મેમ્‍બર તથા ઓલ ઇન્‍ડિયા કોંગ્રેસના મહામંત્રી મુકુલ વાસનીકજીનું સ્‍વાગત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી તથા ગુજરાત, રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા, ગુજરાત પ્રદેશ એનએસયુ પ્રમુખ નરેન્‍દ્રસોલંકી વિગેરે આગેવાનો નજરે પડે છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)    

(3:09 PM IST)