હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઝુ માં માનવ મહેરામણ ઉમટયું : ૬૮૨૬૯ મુલાકાતીઓએ વન્ય પ્રાણી નિહાળ્યા
દિવાળીના તહેવારોમાં પાંચ દિવસ પ્રધ્યુમન પાર્ક પ્રાણી ઉદ્યાન લોકોથી છલકાયું સફેદ વાઘના ૬ માસના બે બાળ આકર્ષણનું કેન્દ્ર બન્યા : તંત્ર દ્વારા ભીડને પહોંચી વળવા વિશેષ વ્યવસ્થા કરાયેલ

રાજકોટ, તા.૨૭: મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. ખાસ કરીને જન્માષ્ટમી તથા દિવાળીના તહેવારો દરમિયાન મુલાકાતીઓની વિશષ ભીડ રહે છે. તાજેતરમાં ઝૂ ખાતે દિવાળીના તહેવારો દરમિયાન (તા.૨૧ થી તા.૨૬) સુધીમાં કુલ ૬૮,૨૬૯ મુલાકાતીઓએ મુલાકાત લઈ આનંદ માણ્યો હતો. દિવાળીના તહેવારો દરમિયાન ઝૂ ખાતે ૦૬ માસ પહેલા જન્મ થયેલ ૦૨ સફેદવાઘ બાળને તેની માતા સાથે મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરવામાં આવેલ. આ બન્ને ખેલતા કુદતા સફેદવાઘ બાળ મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા.
તહેવારનાં દિવસોમાં મુલાકાતીઓની વિશેષ ભીડ રહેતી હોવાથી તંત્ર દ્વારા અગાઉથી જ મુલાકાતીઓને કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવેલ. જેમાં ટીકીટબુકીંગ માટે લાંબી કતારો ન લાગે તે માટે ૦૬ ટીકીટબુકીંગ કાઉન્ટર શરૂ કરવામાં આવેલ, મુલાકાતીઓ માટે ફર્સ્ટ એઇડ સુવીધા, વાહન પાર્કિંગમાં મુશ્કેલી ન પડે તે માટે વધારાના સીકયુરીટી ગાર્ડની વ્યવસ્થા, બેટરીકાર માટેનું અલગ સ્ટેન્ડ, માઇકીંગ સીસ્ટમ, સમગ્ર ઝૂ પરીસરમાં વહેલી સવારથી જ દૈનીક સફાઇ વ્યવસ્થા વિગેરે કરવામાં આવેલ.
હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૫ પ્રજાતિઓનાં કુલ ૫૯૨ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. જેમાં ખાસ આકર્ષણ ધરાવતા એશિયાઇ સિંહ, સફેદ વાઘ, રોયલ બેંગાલ ટાઇગર, દિપડા, હિમાલયનાં રીંછ, સ્લોથ રીંછ, જળ બિલાડી, ચાર પ્રકારનાં શ્વાનકુળનાં પ્રાણીઓ, ત્રણ પ્રકારનાં વાંદરાઓ, વિવિધ પ્રજાતીઓનાં સાપ, બે પ્રકારની મગર, જુદી જુદી પ્રજાતીઓનાં હરણો તથા વિવિધ પ્રજાતિનાં પક્ષીઓ વિગેરેઓને આધુનીક પાંજરાઓ બનાવી મુલાકાતીઓ માટે પ્રદર્શીત કરી વન્યપ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન કરવામાં આવે છે. આ ઉપરાંત આધુનિક સા૫ઘર, માછલીઘર અને ઝૂ ઇન્ટરપ્રીટેશન સેન્ટર મુલાકાતીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહેલ છે










