હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શહેરમાં ૯ થી વધુ સ્થળોએ જલાબાપાની કુટીરનું નિર્માણ
જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા સતત ચોથા વર્ષે આયોજનઃ જલારામ ભકતોએ કુટીરના દર્શનનો લાભ લેવા અનુરોધ બુધવારે વિરપુર (જલારામ) સહિત સર્વત્ર પૂ. જલારામબાપા જન્મજયંતી ઉજવાશે પૂજન, અર્ચન, મહાપ્રસાદ, બટુક ભોજન, મહાઆરતી, ધુન, ભજન સહિતના કાર્યક્રમો

રાજકોટઃ જલીયાણ કુટીર ગ્રુપ દ્વારા રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત ચોથા વર્ષે અનેક સ્થળોએ જલારામ બાપાની કુટીરનું નિર્માણ કરી તા. ર૯ બુધવારે પુ. જલારામ બાપાની રર૬ મી જન્મ જયંતિની અનોખી ઉજવણી કરશે. ભોજન અને ભજનની અહાલેક જગાવશે. શહેરના અલગ-અલગ સ્થળોએ જલારામ કુટીરનું નિર્માણ કરી આપવામાં આવશે. જલીયાણ કુટીર ગ્રુપના આયોજકો જણાવે છે કે, દર વર્ષની જેમ આ વર્ષ પણ એક નવા જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. ‘શ્રી જલારામ ધામ'' નું નિર્માણ કરવામાં આવશે.
સમગ્ર આયોજનને રઘુવંશી વડીલોના માર્ગદર્શન હેઠળ રાજ ભુપતાણી, મેહુલ જસાણી, નિરવ રૂપારેલીયા, સાર્થક ગણાત્રા, ધર્મેન્દ્ર કારીયા,સંદિપ ગંદા, પરેશ દાવડા, પાર્થ સચદે, રાજ પલાણ, યશ કારીયા, કરણ કારીયા, જીગ્નેશ રૂપારેલીયા, હિરેનભાઇ અનડકટ, ધવલ પાંધી લલીતભાઇ બુધ્ધદેવ, શુભમ ખંઘેડીયા, યશ પોપટ, યજ્ઞેશ પોપટ, પલક મોદી, સંજયભાઇ જીમુલીયા, શિવમ વસંત નિસર્ગ વસંત, રાહુલ માધવાણી, પ્રિત ભીમજીયાણી, શ્યામ ચતવાણી, સી.એ. ભાસ્કર ખખ્ખર, રાકેશ ચૌહાણ, મિતેશભાઇ રુપારેલીયા (રઘુકુળ યુવાગ્રુપ) જયદેવભાઇ રૂપારેલીયા (રઘુકુળ યુવા ગ્રુપ) શીલ્પાબેન પુજારા (કોમલ હેન્ડીક્રાફટ), ભાવીકભાઇ રૂપારેલીયા (યામી મંડપ સપ્લાયર્સ) પારસભાઇ ઉનડકટ નૈનેશભાઇ દાવડા, રઘુરાજ રૂપારેલીયા સાગરભાઇ કકકડ, (યશ બેંક) કેતનભાઇ સુચક, રાજુભાઇ કકકડ,, હાર્દિકભાઇ ચોલેરા, શેખરભાઇ સુચક, ઉપેન્દ્રભાઇ પોપટ,હિમાંશુભાઇ વસંત વિગેરેનો વિશેષ સહયોગ મળી રહયો છે. વિશેષ માહિતી માટે રાજ ભુપતાણી (મો. ૯૦૩૩૯ ૭૯૧૬૭) સાર્થકભાઇ ગણાત્રા (મો. ૯૦૯૯૯ ૨૯૯૯૪) મેહુલ જસાણી (મો. ૯૯૨૫૧ ૬૪૪૪૯) નિરવ રૂપારેલીયા (મો. ૮૩૨૦૮ ૯૨૬૦૯) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (૩પ-૧૬)










