<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th October 2025

જલારામ જયંતિઃ બાળકો માટે ધાર્મિક વેશભૂષા કોમ્‍પીટીશન, બહેનો માટે આરતી સુશોભન સ્‍પર્ધા

રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિરાણી સ્‍કૂલના મેદાનમાં આયોજન

રાજકોટઃ જય સીયારામરઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા ૨૨૬મી જલારામ જયંતીની  ઉજવણી અંતર્ગત રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા વિરાણી હાઈ સ્‍કુલ ગ્રાઉન્‍ડ ખાતે જલારામધામમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે

તા.૨૯ને બુધવાર વિરાણી હાઇસ્‍કુલ ગ્રાઉન્‍ડ ખાતે એટલે કે જલારામ ધામ ખાતે રઘુવંશી પરિવાર ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા મહાપ્રસાદ મહાઆરતી અને લોકડાયરાનું આયોજન કરવામાં આવેલ છે સાંજના ૫.૩૦ કલાકે બાળકો માટે ધાર્મિક વેશભૂષા કોમ્‍પિટિશનનું આયોજન કરેલું છે. જેમાં બાળકો વિવિધ ધાર્મિક વેશભૂષા તેમજ મહિલાઓ માટે આરતી સુશોભન સ્‍પર્ધા રાખેલ છે. જેમાં અલગ અલગ રીતે આરતી સુશોભન કરી ઘરેથી લાવવાની રહેશે.

રઘુવંશી પરિવાર મહિલા મંડળ દ્વારા જે બંને કોમ્‍પિટિશન યોજવામાં આવી છે તેમાં દરેક જલારામ ભક્‍ત બહેનો લાભ લઈ શકે છે. મનીષાબેન ભગદેવ. પ્રીતિબેન પાઉ, શીતલબેન બુદ્ધદેવ શિલ્‍પાબેન પુજારા. કાશ્‍મીરાબેન નથવાણી  તરુબેન ચંદારાણા જશુમતીબેન વસાણી વર્ષાબેન પાંધી દક્ષાબેન વસાણી શોભનાબેન બાટવીયા જાગૃતીબેન ખીમાણી તૃપ્તિબેન નથવાણી કિરણબેન કેસરિયા. અનિતાબેન પાઉ ડોલીબેન નથવાણી રશ્‍મિબેન હિડોયા. પલવીબેન પોપટ, શીતલબેન નથવાણી. અમીબેન સેદાણી બીજલબેન ચંદારાણા. રશ્‍મિબેન માણેક, જયશ્રીબેન ઠક્કર. રિમાબેન મણીયાર, સોનલબેન સોમૈયા, યેશા પૂજારા, હરિતાબેન ચંદારાણા, મનિષાબેન કુંડલીયા, સંધ્‍યાબેન નથવાણી જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કોમ્‍પિટિશનમાં ભાગ લેવા માટે ૯૮૭૯૧૯૧૧૧૦ પ્રિતીબેન પાઉં ૭૮૭૮૦૩૬૧૪૧ જાગૃતીબેન ખીમાણીનો સંપર્ક કરી શકાય છે.(તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(3:14 PM IST)