હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
રણછોડદાસજીબાપુ આશ્રમ સદ્ગુરૂદેવ ભગવાનની જન્મજયંતિની ઉજવણી

રાજકોટ : શ્રી સદ્ગુરૂદેવ સદન ટ્રસ્ટ (પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ) રાજકોટ દ્વારા શુભ દીપાવલીથી લાભ પાંચમ સુધી પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રી જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. ગુરૂદેવ ભગવાનશ્રીનું ષોડષોપચાર મહાપુજા કરવામાં આવી હતી. સંત ભંડારામાં ખુબ જ દક્ષિણા તથા બ્લેકેન્ટ ભેટમાં આપવામાં આવ્યા હતા, સાથે ધર્મપ્રેમી ભાઇ-બહેનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. ભાઇ-બહેનોને ડ્રાઇફૂટ લચકો, છોલે, પુરી મહાપ્રસાદનો લાભ લીધો હતો. નેત્રયજ્ઞનું પણ આયોજન થયેલ. ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીને જન્મજયંતિ બાદ લાભપાંચમનાં રોજ શ્રી સદ્ગુરૂ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાતાઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ.
(3:26 PM IST)










