હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગાંધીગ્રામ અને આજીડેમ વિસ્તારમાં જલારામ જયંતિ ધામધુમથી ઉજવાશે
રઘુવંશી યુવા શકિત સંઘ અને જલારામ ઘી ડેપોના સંયુકત ઉપક્રમે બન્ને સ્થળોએ આયોજનઃ મહાઆરતી, મહાપ્રસાદ, પ૬ ભોગ દર્શન

રાજકોટઃ શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ તથા શ્રી જલારામ દુગ્ધાલય અને જાંબુના સયુંકત ઉપક્રમે તા. ર૯, બુધવારના રોજ રામાપીર ચોક પાસે આવેલ ઉદ ય હોલ (લાખના બંગલા વાળો રોડ, ગાંધીગ્રામ) ખાતે તેમજ શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ અને શ્રી જલારામ ઘી ડીપોના સંયુકત ઉપક્રમે આજી ડેમ વિસ્તારના સુંદરમ પાર્ક ૦૧, કિષ્ના હોસ્પિટલની પાછળ, આમ બે સ્થળે શ્રી જલારામબાપાની રર૬ મી જન્મજયંતિ નિમિતે ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
સંગઠનના સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલભાઇ) એ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ રઘુવંશી સમાજ તેમજ અઢારેય સમાજના લોકો બહોળી સખ્યામાં શ્રી જલારામ બાપાના દર્શન તેમજ પ્રસાદનો લ્હાવો લેશે. સવારે ૧૧ થી બપોરે ર વાગ્યા સુધી આજીડેમ વિસ્તારમાં સુંદરમ પાર્ક ૧ ખાતે પ્રસાદ શરૂ રહેશે. જયારે સાંજે ૭ કલાકે મહાઆરતી કર્યા બાદ ૭:૪પ કલાકે થી ગ્રાંધીગ્રામ વિસ્તારમાં આવેલ ઉદય હોલ (રામાપીર ચોક) ખાતે મહાપ્રસાદ શરૂ રહેશે. જલારામબાપાને ધરાવવામાં આવેલ પ૬ ભોગના અન્નકુટના દર્શન આકર્ષકનું કેન્દ્ર બની રહેવાનું છે.
આ કાર્યક્રમને સફળ બનાવવામાં સંગઠન સંસ્થાપક અને ગુજરાત પ્રમુખ કે.ડી. રઘુવંશી (કાછેલા ધવલ) સંસ્થાપક અને ગુજરાત પ્રભારી કુલદીપભાઇ રઘુવંશી, ગુજરાત ઉપપ્રમુખ પાર્થભાઇ જોબનપુત્રા, કાનુની સલાહકાર જયભારતભાઇ ધામેચા, સૌરાષ્ટ્ર પ્રમુખ કિશનભાઇ ઉનડકટ, રાજકોટ શહેર વોર્ડ સંયોજકો મિતભાઇ અનડકટ, બિરેનભાઇ જોબનપુત્રા, રામભાઇ લાલચેતા, પાર્થભાઇ નથવાણી, મિહિરભાઇ સોમૈયા, હાર્દિકભાઇ કારીયા જહેમત ઉઠાવી રહયા છે. વધુ માહિતી માટે મો. નં. ૮૩૦૬૪ ૨૩૮૬૮ (ગાંધીધામ) અને ૯૯૧૩૩ ૬૦૩૭૦ પર સંપર્ક કરી શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)










