હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 27th October 2025
હૃદય રોગના હુમલાથી ૩૪ વર્ષના કૃષ્ણકુમાર પાસવાનનું મોત
માલધારી ફાટક પાસે કારખાનામાં બનાવ

રાજકોટ તા. ૨૭: હૃદય રોગના હુમલાથી વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે. માલધારી ફાટક નજીક ક્લાસીક ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં બજરંગ નામના પ્લાસ્ટીકની ચીજવસ્તુના કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો કૃષ્ણકુમાર કતીરામ પાસવાન (ઉ.વ.૩૪) નામનો યુવાન સવારે કારખાને બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
મૃત્યુ પામનાર યુવાન મુળ યુપીનો વતની હતો. તેને સંતાનમાં એક દિકરી છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, અમૃતભાઇ મકવાણા, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ હુદડ સહિતે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:40 PM IST)










