હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાકરાવાડી ગામમાં અને શિવાજીનગરમાં દરોડોઃ તીનપતી રમતા ૧પ ઝડપાયા
ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી.ના કોન્સ રવીરાજભાઇ પટગીરની બાતમીઃ નાનામવારોડ પરથી ધોડી પાસાનો જુગાર રમતા પાંચ ઝડપાયા

રાજકોટ, તા. ર૭: નાકરાવાડી ગામમાં તથા થોરાળાના શિવાજીનગરમાં ડીસીપી ઝોન-૧ ની એલ.સી.બી. તથા થોરાળા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૧પ શખ્સોને તથા ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમે નાનામવા રોડ પર ઘોડીપાસાનો જુગાર રમતા પાંચ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ નાકરાવાડી ગામમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ડીસીપી ઝોન-ર ની એલસીબીના કોન્સ રવીરાજભાઇ પટગીરને બાતમી મળતા સ્ટાફ સાથે દરોડો પાડી નાકરાવાડી ગામમાં મંદિરના ચોરા પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સુરેન્દ્રનગર વેલનાથ સોસાયટીના મનોજ બચુભાઇ કાંજીયા, સોપાડા ગામના સાગર મનસુખભાઇ ગોરીયા, ધમલપર ગામના હિતેશ લીંબાભાઇ મજેઠીયા, નાકરાવાડી ગામના રાહુલ રાજેશભાઇ મગવાનીયા, ગોવિંદ રમેશભાઇ રાતોજા, ધમલપર ગામના સંદીપ રાજેશભાઇ મજેઠીયા, સોપાડા ગામના મહેશ કેશુભાઇ ગોરીયા તથા નાકરાવાડી ગામના દિપક રવજીભાઇ બાવળવાને પકડી લઇ રૂા. ૭૩૧૩૦ ની માલમતા કબ્જે કરી હતી. આ કામગીરી એ.એસ.આઇ. એમ. બી. ગૌસ્વામી, હેડ કોન્સ હિતેશભાઇ પરમાર, કોન્સ રવીરાજભાઇ પટગીર તથા નાસતા ફરતા સ્કોડના કોન્સ નિલેશભાઇ જમોડ અને નીખીલભાઇ પીરોજીયા દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં થોરાળા પોલીસના હેડ કોન્સ એચ.બી. છૈયા, કોન્સ શૈલેષભાઇ નેચડા અને જગદીશભાઇ રામ સહિતે બાતમીના આધારે થોરાળાના જુગાર શિવાજીનગર શેરી નં. ૧ર માં દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા શિવાજીનગર શેરી નં. ૧ર ના વિજય દેવજીભાઇ કોળી, અજય ઉર્ફે રોહીત ધર્મેશભાઇ મકવાણા, શિવાજીનગર શેરી નં. ર ના રાહુલ ઉર્ફે ટીફીન ભરતભાઇ સરીયા, અશ્વિન નંદાભાઇ ચૌહાણ, શેરી નં. ૧ર ના રાજેશ અશોકભાઇ પડીયાની, શેરી નં. ૧૭ ના મયુર મુકેશભાઇ બારીયા અને શેરી નં. ૧૮ ના મનોજ શામજીભાઇ ગોહિલને પકડી લઇ રૂા. ૧૭,૩પ૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.
ઘોડીપાસાનો જૂગાર રમતા પાંચ પકડાયા
નાના મવા રોડ પર કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે ડીસીપી ઝોન-ર ની એલસીબીના એ. એસ. આઇ. જે.વી. ગોહિલ સહિતના સ્ટાફે દરોડો પાડી રાજનગર ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે ઘોડીપાસાનો જૂગાર રમતા રાજનગર શેરી નં. ૪ ના યુવરાજ દેવશીંગભાઇ ડોડીયા, ભીલવાસ શેરી નં. ૩ ના મકસુદ અબ્બાસભાઇ કટારીયા, મેઘમાયાનગર શેરી નં. ૧ ના મુકેશ નાથાભાઇ સોહીલીયા, ગોડાઉન રોડ પર રહેતા બકુલ ઉર્ફે ભોડો બાલાભાઇ મહેતા (ઉ.વ.૪૧) અને ગાંધીગ્રામ શેરી નં. ૯-૧ ના બળવંત ઉર્ફે વિપુલ, ઘનશ્યામભાઇ રાજાને પકડી લઇ રૂા. ર૧,૦૩૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી એ. એસ. આઇ. જે. વી. ગોહિલ, હેડ કોન્સ. રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધિયા, ધર્મરાજસિંહ ઝાલા તથા કોન્સ. કુલદીપસિંહ રાણા દ્વારા કરવામાં આવી હતી.










