હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પ્રકાશ સોસાયટીમાં મકાનમાંથી ૧.૬૦ લાખનો સામાન ચોરનાર લક્ષ્મી અને ભારતી પકડાઇ
ગાંધીગ્રામ પોલીસે માલ સાચવનારા લક્ષ્મીના પતિને પણ પકડયોઃ રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી અને શબ્બીરભાઇ મલેકની બાતમી

રાજકોટ તા. ૨૭: શહરેના નિર્મલા રોડ પર પ્રકાશ સોસાયટી-૬/૨ના ખુણે ગોકુલ નામના મકાનનું રિનોવેશન કામ ચાલુ હોઇ અહિ રખાયેલો હાર્ડવેર, બાથરૂમ ફીટીંગનો ૧.૬૦ લાખનો માલસામાન ચોરાઇ ગયો હતો. આ ગુનો ગાંધીગ્રામ પોલીસે ઉકેલી બે મહિલા કુબલીયાપરા-૫માં રહેતી લક્ષ્મી વિજય સોલંકી (ઉ.વ.૨૫) તથા ભારતી ધર્મેશ સોલંકી (ઉ.વ.૨૨)ને પકડી લઇ ચોરાઉ મુદ્દામાલ છુપાવી રાખનારા લક્ષ્મીના પતિ વિજય રાયધનભાઇ સોલંકી (ઉ.વ.૩૨)ને પણ પકડી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ બનાવ અંગે પોલીસે સહકાર મેઇન રોડ સ્વામિનારાયણ મંદિરવાળી શેરીમાં અક્ષરધામ એપાર્ટમેન્ટમાં રહેતાં જેવીનભાઇ રત્નેશભાઇ રાજદેવ (ઉ.વ.૨૮)ની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. તેનું મકાન પ્રકાશ સોસાયટીમાં હોઇ તેમાં રિનોવેશન કામ ચાલુ હોઇ અહિથી રૂા ૧,૬૦,૦૦૦નો સામાન ચોરી જવાયો હતો. જેમાં ઇલેકટ્રીક વાયરના ૮ પેકેટ, ૩૮-હેન્ડલ, ૩૮-દરવાજાના લોક, બાથરૂમ એસેસરીઝના ૪૦ નળ, મિષાી કામના ઓજારો, ડ્રોઅરની ૧૫ ચેનલો સહિતનો સામાન હતો.
ડી. સ્ટાફના હેડકોન્સ. રવિભાઇ ગઢવી, રોહિતદાન ગઢવી અને શબ્બીરખાન મલેકની બાતમી પરથી આ ગુનો ઉકેલાયો છે. ગાંધીગ્રામ પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ એમ. વી. જાડેજા, વી. ડી. રાવલીયા, કોન્સ. જયદેવસિંહ પરમાર, રઘુવીરસિંહ જાડેજા, ભરતભાઇ મકવાણા, ગીતાબેન પરમારે આ કામગીરી કરી હતી.










