તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
રાજકોટ સહિત રાજયભરમાં ચૂંટણીપંચ દ્વારા આજથી SIR નો પ્રારંભઃ ૪ નવેમ્બરથી BLO દ્વારા ઘરે ઘરે સર્વે
રાજકોટ શહેર- જીલ્લામાં ૨૬૫૦ BLO દ્વારા કાર્યવાહીઃ બૂથરેશન લાઇઝીંગ કરાશેઃ એક મતદાન મથકમાં ૧૨૦૦ મતદારોઃ ૯ ડીસેમ્બરે કામચલાઉ મતદારયાદી પ્રસિધ્ધ થશેઃ સૂધારા-વધારા નિકાલ બાદ ૭મી ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરાશે

રાજકોટ તા.૨૮: ચૂંટણીપંચની જાહેરાત બાદ આજથી રાજકોટ સહિત રાજયભરમાં (SIR) શરૂ થશે અને ૭ ફેબ્રુઆરીના રોજ પૂર્ણ થશે. તેમજ ગુજરાતમાં ૭ ફેબ્રુઆરી સુધીમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. જેને પગલે ગુજરાતમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાઈ શકે છે,તેમ અધીકારી સૂત્રો માની રહયા છે.
SIRના વિવિધ તબક્કાઓ અનુસાર ૪ નવેમ્બર ૨૦૨૫થી ૪ ડિસેમ્બર દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા. ૦૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ઼ ૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેનો દાવો નાગરિકો કરી શકશે. ૩૧/૦૧/૨૦૨૬ સુધી જિલ્લા ચૂંટણી અધિકારી તથા મુખ્ય ચૂંટણી અધિકારી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરશે. આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા.૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું કે, અગાઉ થયેલ SIRને અનુસંધાને તા.૦૧/૦૧/૨૦૨૨ને લાયકાત યોગ્ય ગણવામાં આવશે. ૨૦૦૨-૨૦૦૪માં યોજાયેલ આખરી SIRની મતદાર યાદીમાં નાગરિકો તેમના નામ સહિતની વિગતો ચકાસી શકશે.
નાગરિકતાના પુરાવા તરીકે ભારતીય પાસપોર્ટ અને જન્મના પ્રમાણપત્ર સહિતના વિવિધ ૧૨ દસ્તાવેજો માન્ય ગણાશે. મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની આ પ્રક્રિયામાં મહિલાઓ, અશક્ત નાગરિકો, દિવ્યાંગો અને વડીલોને સુવિધા રહે તે હેતુથી ફઘ્ઘ્ જેવા સ્વયંસેવક જૂથોની મદદ પણ લેવામાં આવશે. આ તકે પ્રતિબુથ ૧૨૦૦ મતદારોની પહેલની અમલવારીના ભાગ સ્વરૂપે બૂથ રેશનલાઇઝિંગ કરી એક પરિવારના તમામ સભ્યો એક જ બૂથ પર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મતદાર યાદી ૧૦૩ દિવસની પ્રક્રિયામાં અપડેટ કરવામાં આવશે. નવા મતદારોના નામ ઉમેરવામાં આવશે અને મતદાર યાદીમાં જોવા મળતી ભૂલો સુધારવામાં આવશે.(૨.૭)
(2:46 PM IST)










