<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

કાલે રેલનગરમાં ઉજવાશે જલારામ જયંતિઃ મહાઆરતી, મહાપ્રસાદ, સિવિલના લાભાર્થે રકતદાન કેમ્‍પ

રઘુવંશી મિત્ર મંડળ દ્વારા ચોથા વર્ષે આયોજનઃ સર્વજ્ઞાતિજનો માટે મહાપ્રસાદ

 રાજકોટઃ રઘુવંશી મિત્ર મંડળ- રેલનગર દ્વારા તા. ર૯ ને બુધવારે સંત શિરોમણી પ.પૂ. શ્રી જલરામ બાપાની રર૬ મી જન્‍મ જયંતિની ભાવપૂર્વક ભકિતમય ઉજવણી કરવામાં આવશે. શ્રી જલિયાણ ધામ, સાધુવાસવાણી કુંજ રોડ, સાકાર કોમ્‍પલેક્ષ પાસે પેટ્રોલ પંપ સામે, જલિયાણ ચોક,  રેલનગર, રાજકોટ ખાતે  ઉજવણી કરવામાં આવશે.

જલારામ જયંતિએ સાંજે ૭ કલાકે રઘુવંશી શ્રેષ્‍ઠીઓ તથા જલારામબાપાના ભકતો દ્વારા મહા આરતી થશે ત્‍યારબાદ મહાપ્રસાદની શરૂઆત થશે.

મહાઆરતી, મહાપ્રસાદ સાથે સવિલ હોસ્‍પિટલના લાભાર્થે રકતદાન કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા માટે જ્ઞાતિ વડીલના માર્ગદર્શન હેઠળ કાર્યકર ટીમ હિતેશભાઇ અનડકટ, જયેશભાઇ કકકડ, ભાવેશભાઇ રૂપારેલિયા, કપીલભાઇ ગણાત્રા, રવિભાઇ માણેક, સચીનભાઇ નથવાણી, કલ્‍પેશભાઇ કોટેચા, શુભમભાઇ રાધુરા, જયદીપભાઇ સોઢા, પરેશભાઇ જોબનપુત્રા, નિતીનભાઇ ઉનડકટ, દિપ કોટેચા તથા મોટી સંખ્‍યામાં બહેનો કાજલબેન કોટેચા, પ્રતિભાબેન કકકડ, હેતાંશીબેન જોબનપુત્રા, તૃપ્‍તિબેન સોઢા, અવનીબેન માણેક, તૃપ્‍તિબેન સોઢા, મયુરીબેન ખીમાણી, વૈશાલીબેન રૂપારેલિયા, સીમાબેન માણેક ક્રિશ્‍નાબેન જોબનપુત્રા, હેતલબેન સેજપાલ, પ્રિતીબેન ભાયાણી, ફેનીબેન ગણાત્રા આયોજનને સફળ બનાવવા સહયોગ આપી રહ્યા છે. આ ઉપરાંત અનેક નામ-અનામી કાર્યકર્તાઓ ભાઇઓ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે. 

વિશેષ માહિતી માટે મો. ૭૪૩૩૮ ૧૨૦૧૨ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૩પ-૧૦)

(2:14 PM IST)