તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
જલારામના રંગે રંગાતુ રાજકોટ : કાલે શાનદાર શોભાયાત્રા, મંગલમય મહાઆરતી-મહાપ્રસાદ
રામ નામ મેં લીન હૈ, દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરૂ જય જય જલારામ : શોભાયાત્રામાં આકર્ષક ફલોટસઃ ચૌધરી હાઈસ્કુલના મેદાનથી પ્રસ્થાન, વિરાણી હાઇસ્કુલના મેદાનમાં વિરામ : રાજમાર્ગો પર ઠેર-ઠેર સ્વાગત

જય જલીયાણ : જલારામ જન્મોત્સવ સમીતી દ્વારા કાલે વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જે અંગેની વિગતો અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વર્ણવતા સમીતીના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ તા. ર૮ :.. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા ભકિતનગર સર્કલ પાસે પૂ. શ્રી જલારામ બાપાની ઝૂંડીનું વિતરણ કરાયું. સર્વ જલારામ ભકતોને શોભાયાત્રામાં પધારવા જાહેર આમંત્રણ અપાયું. મહાઆરતી, મહાપ્રસાદ તથા લોક સાહિત્ય ડાયરામાં પધારવા ભાવભર્યું આમંત્રણ આજે રાત્રે ૯-૩૦ કલાકે કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી ખાતે શોભાયાત્રાને આખરી ઓપ આપવા ખૂબ જ અગત્યની સંકલન બેઠક યોજાશે જેવા તમામ જલારામ ભકતોને પધારવા આમંત્રણ.
શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા ભકિતનગર સર્કલ ખાતે પૂ. શ્રી જલારામ બાપાની ઝંડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જયા ટુ -વ્હીલરો રીક્ષામાં તથા ફોર વ્હીલર્સમાં પૂ. શ્રી જલારામબાપાની ઝંડીઓ લગાવવામાં આવેલ હતી. તથા તમામ જલારામ ભકતોને શોભાયાત્રામાં સામેલ થવા મહા આરતી, મહાપ્રસાદ તથા લોક ડાયરામાં આવવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ. શ્રી જલારામ જન્મોત્સવ સમિતિના સર્વ જલારામ ભકતો શ્રી પ્રવિણભાઇ કાનાબાર, અશોક હિન્ડોચા, શ્રી મનુભાઇ જોબનપુત્રા, શ્રી રમણભાઇ કોટક, શ્રી મયંકભાઇ પાઉં, શ્રી હિતેન્દ્રભાઇ વડેરા, શ્રી અશ્વિનભાઇ તથા રાજેશભાઇ મીરાણી, શ્રી વજુભાઇ વિઠલાણી, શ્રી માનસુરભાઇ વાળા, શ્રી રમેશભાઇ દતા, અવનીબેન બગડાઇ, શ્રી કલ્પેશભાઇ પોપટ, શ્રી કેતનભાઇ માનસતા, શ્રી રાજેશભાઇ તન્ના, ઉધવ કાનાબાર, શ્રી લલિતભાઇ પરમાર, સહિત અનેક જલારામ ભકતો ઉપસ્થિત રહ્યા હતાં. તથા જલારામ બાપાનો જય જયકાર કરી તમામ જલારામ ભકતોને શોભાયાત્રામાં જોડાવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. શોભાયાત્રા પાઠવવામાં આવ્યું છે. શોભાયાત્રાનો પ્રારંભ ચૌધરી હાઇસ્કુલમાંથી થઇ વીરાણી હાઇસ્કુલ ખાતે વિરામ પામશે.
૧. સોૈ પ્રથમ ‘શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ' રાજકોટનો મુખ્ય રથ રહેશે. જેમાં પુ.શ્રી જલારામબાપાની દિવ્યમૂર્તિ સાથે શ્રૃગાંર- દર્શન- વીલટેજ મોટરકારમાં ફલોટ શણગારવામાં આવશે. જે માટે રમેશભાઇ ગણાત્રા- વસંત સાઉન્ડ તથા શ્રી અનિલભાઇ દસાણી જહેમત ઉઠાવી રહયા છે. શોભાયાત્રા તા.૨૯-૧૦ બુધવારે ચોૈધરી હાઇસ્કુલથી પ્રસ્થાન થશે.
ર. શ્રી રઘુવંશી યુવા ગ્રુપ વોર્ડ નં.૧૦નો આકર્ષક ફલોટ- હ.શ્રી પરેશભાઇ તન્ના- ગ્રુપ.
૩. શ્રી રાજુભાઇ ચોટાઇ- રઘુવંશી યુવા ગ્રુપ- ડેરીલેન્ડ વિસ્તારનો ફલોટ.
૪. શ્રી મનુભાઇ જોબનપુત્રા- દેવપરા શાકમાર્કેટ એશોશીએશનનો ફલોટ.
૫. શ્રી રમણભાઇ કોટક- ચિલ્ડ્રન સોસાયટીનો આકર્ષક ફલોટ
૬. શ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના ત્રણ ધાર્મિક ફલોટ હ.શ્રી જયેશભાઇ ઉપાધ્યાય
૭. શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળનો ફલોટ- અન્નપૂર્ણારથ- હરતુ-ફરતું અન્નક્ષેત્ર- હ.શ્રી યોગેશભાઇ તથા અશોકભાઇ હિન્ડોચા
૮. શ્રી ગીરગંગા પરિવાર ચે.ટ્રસ્ટનો સામાજીક ફલોટ બેન્ડ સાથે હ.શ્રી અશોકભાઇ મીરાણી
૯. શ્રી રઘુવંશી પરિવાર ચે.ટ્રસ્ટનો આકર્ષક ફલોટ હ.શ્રી હસુભાઇ ભગદેવ- શ્રી મેહુલભાઇ નથવાણી
૧૦. શ્રી રામધામ ટ્રસ્ટ- જાલીડા (વાંકાનેર પાસે)નો ધાર્મિક ફલોટ
૧૧. શ્રી સોનલબેન સોમૈયાના બે ધાર્મિક ફલોટ શ્રી જલારામબાપા વીરબાઇના જીવંતપાત્રોમાં (વોર્ડ નં.૧૮નો ફલોટ)
૧૨. શ્રી એનીમલ હેલ્પલાઇન શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટનો ફલોટ હ.મીતલભાઇ ખેતાણી, પ્રતિકભાઇ સંઘાણી
૧૩. શ્રી અમીતભાઇ અઢીયાનો ફલોટ- લક્ષ્મીનગર વિસ્તાર
૧૪. શ્રી રમેશભાઇ ગણાત્રા- વસંત સાઉન્ડ સર્વિસનો આકર્ષક ફલોટ સાથે વિશાળ સંખ્યામાં ટુ-વ્હીલર્સ- ફોર વ્હીલર્સ તથા જલારામના ધુન-ભજનો સાથે ડી.જે.ના સથવારે શોભાયાત્રાનો પ્રારંભ થશે જે રાજકોટના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થશે. જેમાં શોભાયાત્રાનું ચોકે-ચોકે ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
શોભાયાત્રાનો રૂટ
તારીખ શોભાયાત્રાનો રૂટ તારીખ શોભાયાત્રાનો રૂટ
સમય સ્થળ સમય સ્થળ
તા. ર૯-૧૦ ચૌધરી હાઇસ્કુલના પટાંગણથી ર૯-૧૦-ર૦રપ જયુબીલી ચોકથી ગોપાલ બ્રધર્સ
ર૦રપ પ્રસ્થાન થઇ-કસ્તુરબા રોડ- બુધવારે જુની શાકમાર્કેટ ચોકથી પરા બજાર
બુધવારે મોહનભાઇ હોલથી જુનું ધરમ સાંજે પ-૪પ થઇ ધર્મેન્દ્ર રોડ પહોંચશે.
સાંજે પ-૦૦ સીનેમા થઇ શ્રી બાબુભાઇ શાહ કલાકે
કલાકે માર્ગ ઓમ બેબી કેર, પ્રદ્યુમન સાંજે ૬-૦૦ ધર્મેન્દ્ર રોડથી સાંગણવા ચોક જશે ત્યાંથી
પોલિસ ચોકી મેઇન રોડથી કલાકે રાજશ્રી સીનેમા-પ્રહલાદ મેઇન રોડથી
ગાયત્રી પ્રેરણા એપાર્ટમેન્ટ પસાર થશે.
પાસેથી પસાર થશે. સાંજે ૬-૩૦ અંબિકા ગરબી મંડળ-કરણપરા ચોક
કલાકે પહોંચશે.
સાંજે સદર બજાર પોલિસ ચોકી સાંજે ૬-૪પ કરણપરા ચોકથી કેશરીયા લોહાણા
પ-૧પ કલાકે શ્રી સત્ય વિજય આઇસ્ક્રીમ કલાકે મહાજનવાડી થઇ-કિશોરસિંહજી
નવરંગ સ્ટોર, કકકડ બ્રધર્સ મેઇન રોડ, કનક રોડ, શીવશકિત
સદર બજાર મિત્ર મંડળ જશે ટ્રાવેલ્સથી ફાયર બ્રીગેડ થઇ
સાંજે વિનોદ બેકરી થઇ ફુલછાબ સાંજે ૭-૦૦ કોર્પોરેશન ચોક જશે તથા
પ-રપ કલાકે ચોક, આશાપુરા પાન થઇ જુનો કલાકે ત્રિકોણ બાગથી માલવિયા ચોક
જનસત્તા ચોક-નેમીનાથ સાંજે ઇજનેર કચેરી-રામકૃષ્ણ આશ્રમ
એન્ટરપ્રાઇઝ પાસેથી પસાર થશે. ૭-૧પ કલાકે યાજ્ઞિક રોડથી પસાર થશે.
સાંજે અકિલા પ્રેસ પહોંચશે સાંજે ૭-ર૦ રામકૃષ્ણ આશ્રમથી કમીશ્નર
પ-૩૦ કલાકે ત્યાંથી મોટી ટાંકી ચોક કલાકે બંગલો જશે ત્યાંથી
જલારામ ચીકી-લીમડા સાંજે ૭-૩૦ નાગર બોર્ડિંગથી પસાર થઇ
ચોકથી જવાહર રોડ-એસબીઆઇ કલાકે વીરાણી હાઇસ્કુલના પટાંગણમાં-
ગેલેકસી કોમ. સેઢન્ટર-આલ્ફ્રેડ સાંજે ૭-૪પ શોભાયાત્રા-વિરામ પામશે.
હાઇસ્કૂલ પાસેથી પસાર થશે. વાગ્યે વીરાણી હાઇસ્કુલ પટાંગણમાં
મહાઆરતી-મહાપ્રસાદ યોજાશે.
તારીખ તથા સમય
તા. ર૯-૧૦-ર૦રપ
બુધવાર
સાંજે ૪-૦૦
વાગ્યાથી
પ-૦૦ વાગ્યા
સુધી પૂજન
બાદ ચૌધરી
હાઇસ્કૂલ
પટાંગણ
રાજકોટમાંથી
શોભાયાત્રાનું
પ્રસ્થાન થશે
જેમાં વિવિધ
ધાર્મિક-સામાજીક
ફલોટસ
સામેલ થશે
શોભાયાત્રાનો રૂટ-સ્થળ
પૂ. શ્રી જલારામ બાપાની રર૬મી જન્મ જયંતિ અનુસંધાને શ્રી જલારામ બાપાની શોભાયાત્રાનો ‘પ્રારંભ' સાંજે ૪-૦૦ કલાકેથી સંતો-મહંતોનું ‘સ્વાગત' ‘દિપ પ્રાગટય' તથા કાર્યક્રમની ‘રૂપરેખા' તથા રરપમી જન્મ જયંતિએ નીકળેલ શોભાયાત્રાના ‘ઉત્કૃષ્ટ-ફલોર હોલ્ડરોનું સન્માન' બાદ ઉપસ્થિત સંતોના વરદ હસ્તે શોભાયાત્રાનું ચૌધરી હાઇસ્કુલના પટાંગણમાંથી જલારામ બાપાનો જય જયકાર સાથે સાંજે પ-૦૦ કલાકે તમામ જલારામ ભકતોની ઉપસ્થિતિમાં જલારામ બાપાની ધુન-ભજન ડી. જેના સથવારે ‘પ્રસ્થાન' થશે શ્રી જલારામ બાપાના દિવ્ય દર્શન-શૃંગાર-કરવામાં આવશે જે માટે શ્રી જલારામ ભકત શ્રી રમેશભાઇ ગણાત્રા, ડો. અનિલભાઇ દસાણીનો સહયોગ પ્રાપ્ત થયેલ છે. ઉપસ્થિત તમામ જલારામ ભકતોનું ખેસ દ્વારા અભિવાદન થશે તથા જલારામ ભકત શ્રી કમલેશભાઇ સોડાવાળા દ્વારા જલારામ પ્રસાદ શરબતથી સ્વાગત થશે.
(2:55 PM IST)










