તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
કાલે આનંદનગરમાં પૂ. જલાબાપાની મહાઆરતી, અન્નકૂટદર્શન, મહાપ્રસાદ, ધૂનભજન, મહારકતદાન કેમ્પ
સ્વ. કુંદનબેન રાજાણી સ્થાપીત સંસ્થા જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા આયોજનઃ જલારામભકતોને આમંત્રણ

રાજકોટઃ સ્વ.કુંદનબેન સ્થાપીત જલારામ સેવા મંડળ ટ્રસ્ટ (નિલકંઠ) સિનેમા સામે આનંદનગર) દ્વારા તા.૨૯ના બુધવારે પરમપૂજય સંતશ્રી જલારામબાપાની ૨૨૬મી જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે. જલારામ બાપાની મહાઆરતી ભવ્ય અન્નકૂટદર્શન, મહાપ્રસાદ, ધૂનભજન તથા મહાબ્લડ ડોનેશન કેમ્પ જેવા અનેકવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સવારે ૭ કલાકે પુજય જલારામબાપાના સ્નાન પૂજન સાથે મંગળા આરતી ટટ્રસ્ટના પ્રમુખ લીનાબેન સમીરભાઇ રાજાણીના હસ્તે થશે. ત્યારબાદ કાર્યક્રમના યજમાન ક્રિષ્નાબેન રાજુભાઇ ચોટાઇ (રસિકભાઇ ચેવડાવાળા), દક્ષાબેન અઢીયા (નાથ સ્ટોલવાળા) રેખાબેન ભરતભાઇ નથવાણી, ભરતભાઇ ગોટેચા, (જલારામ હસ્તે) થશે.
તૃતિયાઆરતી સાંજે ૭ કલાકે હાજર રહેનાર તમામ ભકતોના હસ્તે થશે. સાંજે ૭થી જાહેર મહાપ્રસાદ તથા જય ભોલેબાબા ગ્રુપ અને જય કષ્ટભંજન ગ્રુપ દ્વારા ધુન ભજનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભાવિકોને લીના રાજાણી, ઉમાબેન ભીંડે, જયશ્રીબેન ખગ્રામ, કાંતાબેન કોટેચા, વિપુલભાઇ રાયઠ્ઠા, સલોનીબેન રાજાણી તથા કાર્યકરો દ્વારા આમંત્રણ પાઠવ્યું છે. વધુ માહિતી લીનાબેન રાજાણી ૯૮૨૪૩ ૭૨૧૨૨નો સંપર્ક કરવો. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:58 PM IST)










