<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

મનપામાં નુતન વર્ષ તોહ મિલન યોજાયું

 

રાજકોટઃ મહાનગરપાલિકા ખાતે તા.૨૭ ના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના અધ્‍યક્ષ સ્‍થાને નુતન વર્ષ તોહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે ધારાસભ્‍ય ડો.દર્શિતા શાહ, ડે.મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષ નેતાશ્રી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સમિતિના ચેરમેનો, કોર્પોરેટરો, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સમીર ધડુક તેમજ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. આ અવસરે સૌ પદાધિકારીઓ-કોર્પોરેટરોએ અધિકારીઓ-કર્મચારીઓને નવા વર્ષના પ્રારંભે મોઢું મીઠું કરીને શુભેચ્‍છા પાઠવી હતી

(2:58 PM IST)