તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
વરસાદી માહોલના પગલે જલારામ જયંતિ રવિવારે ઉજવાશે
શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાટીયા બોર્ડીંગ ખાતે સાંજે અન્નકૂટ દર્શન, આરતી, મહાપ્રસાદકરૂ જય જય જલારામઃ સંસ્થા દ્વારા સાડા ત્રણ દાયકાથી થતું આયોજનઃ જલારામ ભકતો ગુંદી, ગાંઠીયા, ખીચડી, કઢી, રોટલી, રોટલા, બટેટાનું શાક, સંભારો, છાસના પ્રસાદનો લાભ લેશે

રાજકોટઃ સતત વરસાદી માહોલ વચ્ચે અને આવતી કાલે પણ વરસાદની આગાહી હોય આગામી તા. ર/૧૧ ના રવિવારના રોજ જલારામ જયંતિની ઉજવણી કરવામાં
આવશે તેમ શ્રી રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યું છે.
૧પ-જંકશન પ્લોટ રાજુ ગેસ્ટ હાઉસ સામે ભાટીયા બોડીંગ ખાતે રામેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૩૬ વર્ષથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે.
આ વખતે આગામી તા. ર/૧૧ ના રવિવારે સાંજે ૬ વાગે અન્નકુટ દર્શન, ૬:૩૦ મહાઆરતી બાદ સાંજે ૭ વાગ્યાથી મહાપ્રસાદ રાખેલ છે.
પંદર હજારથી વધારે ધર્મપ્રેમીઓ માટે મહાપ્રસાદમાં ગુંદી, ગાંઠીયા, ખીચડી, કઢી, રોટલી, રોટલા, બટેટાનું શાક, સંભારો, છાસ, પાણી ભાઇઓ તથા બહેનો લાભ લેશે અલગ-અલગ વ્યવસ્થા, ભકિત સંગીત સાથે મહાપ્રસાદ રાખેલ છે.
મુખ્ય આયોજકઃ જગદીશભાઇ ભોજાણી, ભરતભાઇ કોટક, હેમુભાઇ પરમાર, અશ્વીનભાઇ બુધ્ધદેવ, રાકેશભાઇ પોપટ, મનોજભાઇ લાલ, વેજાભાઇ સાકરીયા, કાનાભાઇ માણેક, હર્ષદભાઇ કોટક છે.
અમીચંદભાઇ હીંગવારા, ગાયત્રી ડેરી ફાર્મ તેજાભાઇ સાકરીયા, સદગુરૂડેરી ફાર્મ, બાબુભાઇ વૈશ્ણવ, હરેશભાઇ દાવડા, સચીનભાઇ ઠકકર, ચંદ્રકાંતભાઇ ભીમજીયાણી, અનીલભાઇ કોટક, રાજુભાઇ પોબારૂ (પ્રમુખશ્રી રાજકોટ લોહાણા મહાજન) અશોકભાઇ ભુપતાણી, નયનભાઇ ગાંગોણી, હસુભાઇ (મહાલક્ષ્મી ગરમ મસાલા), પ્રફુલાબેન, ગુલાબરાય મજીઠીયા, મયુર રાજદેવ, અશ્વીન માણેક, હસુભાઇ દલાલ (દાણાપીઠ), સોનુભાઇ (આઇસ્ક્રીમવાળા) વિજયભાઇ (લક્ષ્મી કીરાણા), જલરામ બેકરી, અજય વાડોલીયા, પ્રકાશ રાજા, કિશોરભાઇ કોટક, ભાવનાબેન ભોજાણી, પ્રકાશરાજા, હરેશ રાજા, ભાવનાબેન ભોજાણી, હસુભાઇ રાચ્છ, પ્રભુદાસ રાજવીર નો સહયોગ મળેલ છે.
ભાટીયા વિદ્યાર્થીભવન ટ્રસ્ટ તરફથી ગ્રાઉન્ડ લાઇટ, પાણીની નીઃશુલ્ક સેવા આપવામાં આવે છે. શંકર મંડપ સર્વિસઃ વાસણ તથા મંડપ સમીયાણા, લાઇટ ડેકોરેશનઃ રાજુભાઇ, સાઉન્ડ સીસ્ટમઃ વસંત સાઉન્ડ સર્વીસ રાજાભાઇ વસંત, વિડીયો ફોટોગ્રાફીઃ સંજયભાઇ, ભટ્ટીભાઇ, અલ્પેશભાઇ, ધનેષભાઇ વગેરે સેવા આપે છે.
કાર્યકર્તા ટીમ : પ્રફુલ કારીયા, હર્ષદભાઇ કોટક, રાજુભાઇ કારીયા, જય કોટેચા, જનકભાઇ કોટક, પરેશ પંડયા, રાજાુભાઇ (લાબેલા) રવી લાલ, નરોતમભાઇ, સંજય દવે, મુકેશ ઠકરાર, ચંદુલાલ, અશોકભાઇ પંડયા, પ્રતાપભાઇ બુધ્ધદેવ, સુરેશભાઇ રાઠોડ, ગોરધનભાઇ, શરદભાઇ પોપટ, શરદ કારિયા, રસીક વાંજા, ફેનીલ રાઠોડ, મહેન્દ્રભાઇ મહેતા, રમેશભાઇ સોલંકી, કૃણાલ પરમાર, સચીન, ગજુભા, વૈભવ, મનીષ રાણા, શ્રી ગુંજારીયા, કરીયાણા સામાન સેવા પ્રીયાંક કારીયા, રમેશ ટ્રેડીંગ કાું. છાસ માટે ઘોરવુ તેજાભાઇ સાકરીયા (ગાયત્રી ડેરી ફાર્મ), બટેટા શાક માટે : પ્રફુલાબેન તથા વિશ્નુભાઇ, ખીચડીની સેવા અમીચંદભાઇ હીંગવાળા, મસાલાની સેવા મરચુ, હળદર, ધાણાજીરૂ, હીંગ (મહાલક્ષ્મી ગરમ મસાલા), જનકભાઇ કોટક, રાકેશભાઇ પોપટ સેવા આપી રહ્યા છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
કાર્યક્રમની વિગત
તા. ર-૧૧-ર૦રપ રવિવાર
અન્નકુટ દર્શન : સાંજે ૬:૦૦ કલાકે
આરતીઃ સાંજે ૬:૩૦ કલાકે
મહાપ્રસાદઃ સાંજે ૭:૦૦ કલાકે
(3:00 PM IST)










