<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

વોર્ડ નં. ૮ લક્ષ્મીનગર વિસ્‍તાર દ્વારા કાલે જલારામ જન્‍મોત્‍સવ ઉજવાશે : સ્‍કૂટર રેલી - મહાઆરતી - મહાપ્રસાદના આયોજનો

રાજકોટ તા. ૨૮ : જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિ વોર્ડ નં.૮ લક્ષ્મીનગર વિસ્‍તાર દ્વારા કાલે તા. ૨૯ ના બુધવારે પૂ. જલારામબાપાના ૨૨૬માં પ્રાગટય દિવસની ધામધૂમથી ઉજવણી કરાશે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા સમિતિના આગેવાનોએ જણાવ્‍યુ હતુ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જલારામ જયંતિનું ઉત્‍સાભર્યુ આયોજન કરાયુ છે. જેમાં કાલે બુધવારે સાંજે પ વાગ્‍યે સ્‍કુટર રેલી રાખેલ છે. જે શ્રીનાથજી હવેલીથી લક્ષ્મીનગર ચોક, રાજનગર ચોક, નાના મવા સર્કલ, બીગ બજાર થઇ પંચવટી મેઇન રોડ, સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ખાતે પૂર્ણ થશે.

બાદમાં સાંજે ૭ વાગ્‍યે રાજકોટ લોહાણા મહાજન કારોબારી તથા સમાજ શ્રેષ્‍ઠીઓના હસ્‍તે મહાઆરતી થશે. તેમજ સાંજે ૭.૩૦ વાગ્‍યે મહાપ્રસાદ અને બ્‍લડ ડોનેશન કેમ્‍પનો પ્રારંભ થશે.

સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, સુર્યનગર - ર, પંચવટી મેઇન રોડ ખાતે આયોજીત આ કાર્યક્રમોમાં ધર્મપ્રેમીજનોએ બહોળી સંખ્‍યામાં લાભ લેવા અનુરોધ કરાયો છે.

રઘુવંશી પરિવાર, ચંદ્રકાંતભાઇ અઢિયા, હિતેશભાઇ ભીંડે, ગીરીશભાઇ મદલાણી, ચેતનભાઇ સેજપાલ, ગોપાલભાઇ અનડકટ, રમેશભાઇ ભાયાણી, જલારામ પ્રાર્થના મંદિર (ઘંટેશ્વર)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા અમિતભાઇ અઢીયા (મો.૯૮૨૪૨ ૩૪૮૪૦), મોહીત નથવાણી, વિજયભાઇ પોપટ, આનંદ જોબનપુત્રા, ચંદ્રકાન્‍તભાઇ રાયઠ્ઠઠા, નંદલાલભાઇ સોનછાત્રા, દિપેનભાઇ કાનાબાર, અશ્વિનભાઇ કારીયા, અશોક નથવાણી, જીતેન્‍દ્રભાઇ મદલાણી, ધર્મેશ સેજપાલ, સુનિલ મૃગ, દિપેન મૃગ, મનિષભાઇ ગોંધિયા, વિમલ કાનાબાર, તપન નથવાણી, પિયુષભાઇ કોટેચા, કિશોરભાઇ દાવડા, યશ અજાબીયા, સચિનભાઇ જોબનપુત્રા, પાર્થિવ જોબનપુત્રા, શુભમ નથવાણી, ગીરધરભાઇ માધાણી, મિલનભાઇ જીવાણી, મયુર વસુત, રવિરાજ ભીંડે, નટુભાઇ ગોટેચા, ગોપાલ રાજા, હિરેન તન્ના, ધ્રુમિલ ગોંધીયા, મયુરભાઇ ભોજાણી, ધર્મેશભાઇ ખખ્‍ખર, પ્રવિણભાઇ સાદરાણી, હિરેન મદલાણી, દિપક મદલાણી, કમલેશભાઇ સુચક, મિત મૃગ, મિતેષ ચોટાઇ, જીજ્ઞેશભાઇ જોબનપુત્રા, આયુષ નથવાણી, જય ગઢીયા, વિશાલ જોબનપુત્રા, વિશાલ વસંત, ધાર્મિક દાવડા, કેવલ તન્ના, હાર્દિક તન્ના, નિરવ ગણાત્રા, દેવ ગણાત્રા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જલારામ જયંતિ મહોત્‍સવ સમિતિ વોર્ડ નં. ૮ ના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (

(3:01 PM IST)