તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 28th October 2025
૧૦૦૦૦ થી વધુ બાળ બાલિકાઓ દ્વારા સંસ્કળતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ : કાલે વિશ્વશાંતિ હોમાત્મક મહાયજ્ઞ : બુધવારે ઓનલાઇન અભિવાદન સમારોહ

રાજકોટ : આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કળતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ત્યારે પુરાણોની આ પરંપરાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ગુરુવર્ય પૂ. મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે. ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ગોંડલ અક્ષરદેરીમાં તેઓએ સંકલ્પ કરેલો કે, ‘આવતી દિવાળી સુધીમાં ૧૦૦૦૦ થી વધુ બાળ બાલિકાઓ સંસ્કળતમાં સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કરે.' આજે ૧ વર્ષ કુલ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કળત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો ઈતિહાસ સર્જી દીધો હતો. આ મુખપાઠ યજ્ઞમાં ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીના બાળકો અને બાલિકાઓ જોડાયા હતા. આ બાળકો અને બાલિકાઓને મુખપાઠ કરાવવામાં સંતો, કાર્યકરોની સાથે તેઓના વાલીઓની પણ ખૂબ મહેનત જોવા મળી હતી. આ મુખપાઠ અભિયાનની પુર્ણાહુતી પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, રાજકોટ ખાતે કાલે તા. ૨૮ ઓક્ટોબરના મંગળવારે સવારે ૮.૩૦ થી ૧૧ દરમિયાન બી.એ.પી.એસ. બાળપ્રવળતિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ ‘સત્સંગદીક્ષા હોમાત્મક યજ્ઞ'નું આયોજન કરવામાં આવશે. જેમાં સનાતન ધર્મ અને સંસ્કળતિની વૈદિક પરંપરા તથા દેવભાષા સંસ્કળતને જીવંત રાખવા માટે અપાર મહેનત કરનાર બી.એ.પી.એસ.ના ઓજસ્વી અને તેજસ્વી ૩ વર્ષથી શરુ કરી ૧૩ વર્ષ સુધીના કુલ ૪૨૫ જેટલા બાળ બાલિકા વિદ્વાનો આ વૈદિક ‘વિશ્વશાંતિ હોમાત્મક મહાયજ્ઞ' માં જોડાશે. આ તમામ બાળકો અને બાલિકાઓને મહાનુભાવો અને હરિભક્તો દ્વારા વિશિષ્ટ રીતે સત્કારવામાં આવશે. મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી સંપૂર્ણ મુખપાઠ કરનાર તમામ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ' તા.૨૯ ના બુધવારે સાંજે ૬.૩૦ વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાશે. જેમાં દરેક બાળ-બાલિકા વિદ્વાન પોતાના ઘરેથી જ એમના માતા-પિતા, સગા-સંબંધી, મિત્રો, શિક્ષકો અને પાડોશીઓ સાથે જોડાશે. આ અભિવાદન સમારોહમાં પૂ. મહંત સ્વામી મહારાજ આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી, વિશિષ્ટ રીતે અભિવાદન કરશે.
(3:05 PM IST)










