<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

રાજકોટ - દિલ્‍હી સવારની ફલાઇટ શરૂ થતાં ચેમ્‍બર દ્વારા આવકાર : હવે દુબઇની શરૂ કરવા માંગ

દિલ્‍હીની કુલ ૪ ફલાઇટની કનેકટીવીટી મળવાથી મુસાફરો - વેપાર - ઉદ્યોગને ફાયદો

રાજકોટ, તા.૧૮: રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રી દ્વારા રાજકોટ-સૌ રાષ્‍ટ્રના મુસાફરોને વધુ સારી એ રલાઈન્‍સ સુવિધા મળી રહે તે માટે સરકારશ્રીમાં અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે. ત્‍યારે રાજકોટ સૌરાષ્‍ટ્રનું પાટનગર હોય તેમજ આશ રે ૨૫ લાખથી વધુ વસ્‍તી ધરાવતું શહેર છે. તેમજ ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ તરીકે પણ ગણવામાં આવે છે ત્‍યારે રાજકોટ તથા તેની આસપાસ આશરે બે લાખથી વધુ પ્‍લ્‍પ્‍ચ્‍ એકમો આવેલા હોય આયાત-નિકાસ પણ દિન પ્રતિદીન વધી રહયું હોવાથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમજ ઐતીહાસીક સ્‍થળોથી પથરાયેલ હોય પ્રવાસીઓની સંખ્‍યા પણ વધી રહી છે. ત્‍યારે ફલાઈટની કનેકટીવીટી વધા રવી ખુબ જ આવશ્‍યક છે. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્‍હી બન્ને શહેરો ખાતે મુસાફરી કરના૨ વર્ગ ખુબ જ વધારે છે તો તેને ધ્‍યાનમાં રાખી રાજકોટ-દિલ્‍હી માટે સવા ૨ની દૈનીક ફલાઈટો શરૂ કરવા માટે રાજકોટ ચેમ્‍બ૨ ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ દ્વારા કેન્‍દ્રીય સિવિલ એવીએશન મંત્રીશ્રી તથા વિવિધ એરલાઈન્‍સ કંપનીઓ સમક્ષ અગાઉ રજુઆતો કરવામાં આવેલ હતી.

આમ પોરબંદરના સાસંદ સભ્‍યશ્રી મનસુખભાઈ માંડવીયાજીની સફળ રજૂઆત થકી રાજકોટ-દિલ્‍હી માટેની દૈનીક બે ફલાઈટો મળી છે જે બદલ રાજકોટ હિરાસર ઈન્‍ટ૨નેશનલ એ૨પોર્ટ ખાતે રાજકોટ ચેમ્‍બ૨ના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવ, માનદ મંત્રીશ્રી નોતમભાઈ બા રસીયા તથા ટ્રેઝરરશ્રી વિનોદભાઈ કાછડીયાએ સાંસદ સભ્‍યશ્રી મનસુખભાઈ માંડવીયાજીનું અભિવાદન કરીને સહર્ષ આભાર વ્‍યકત કરેલ હતો. સાથો સાથ આ બન્ને શહેરો વચ્‍ચે હલાઈટની કનેકટીવીટી ફાળવવા માટે કેન્‍દ્રીય સિવિલ એવીએશન મંત્રીશ્રીનો પણ રાજકોટ ચેમ્‍બ૨ આભાર વ્‍યકત કરે છે. આમ લાભ પાંચમના દિવસે શરૂ થયેલ આ બન્ને શહેરો વચ્‍ચે સવારની અને સાંજની કુલ ચા૨ ફલાઈટની કનેકટીવીટી મળવાથી રાજકોટ-સૌરાષ્‍ટ્રના મુસાફરો અને ખાસ કરીને વેપાર-ઉદ્યોગકારોને ખુબ જ ફાયદો થશે. તેમજ પ્રવાસન ક્ષેત્રે નવી ઉંચાઈઓ સર કરશે.

અગાઉ પણ રાજકોટ ચેમ્‍બર દ્વારા ઈન્‍ટરનેશનલ ફલાઈટો શરૂ કરવા માટે રજુઆતો કરેલ છે. ત્‍યારે ઈન્‍ટરનેશનલ ફલાઈટના ટર્મીનલનું કામ પણ ટુંક સમયમાં પુર્ણ થના૨ છે. તેમજ કસ્‍ટમ્‍સ અને ઈમીગ્રેશનનું સેટ પણ શરૂ થનાર હોય રાજકોટ-દુબઈ માટેની દૈર્નીક ફલાઈટ તાત્‍કાલીક શરૂ કરવા કેન્‍દ્રીય સિવિલ એવીએશન શન મંત્રીશ્રી કિન્નજારપ્‍પુ રામમોહન નાયડુજી, સાંસદ સભ્‍યશ્રી મનસુખભાઈ માંડવીયાજી તથા રાજયના નાયબ મુખ્‍યમંત્રી અને સિવિલ એવીએશનમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીજી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. આમ રાજકોટ-દુબઈ માટેની ઈન્‍ટ૨નેશનલ ફલાઈટ શરૂ કરવા માટે સાંસદ સભ્‍યશ્રી મનસુખભાઈ માંડવીયાજીએ ઘટતું કરવા માટે ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્‍બ૨ના પ્રમુખશ્રી વી.પી. વૈષ્‍ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:16 PM IST)