તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 28th October 2025
હરિવંશરાય બચ્ચનના સાહિત્ય પ્રદાન વિષે તા. ૮ ના વિશેષ વકતવ્ય
ભારત સેવક સમાજ પરિસર ખાતે ડો. ગિરીશ ત્રિવેદી છણાવટ કરશે

રાજકોટ તા. ૨૮ : ભારત સેવક સમાજ પરિસર રેસકોર્ષ ખાતે રાષ્ટ્રભાષા વ્યાખ્યાનમાળા અંતર્ગત તા. ૮ ના શનિવારે સાંજે પ વાગ્યે હિન્દી સાહિત્યમાં હરીવંશરાય બચ્ચનજીનું સ્થાન અને સાહિત્યીક પ્રદાન વિષે ડો. ગીરીશ ત્રિવેદીના વકતવ્યનું આયોજન કરાયુ છે.
હિન્દી કાવ્ય જગતમાં હરીવંશરાય બચ્ચન એક અનોખી તેજસ્વી પ્રતિભા તરીકે સ્થાન ધરાવે છે. તેઓ ખુબ લોકપ્રિય કવિ હતા. તેમનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૦૭ના ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના બાબુપટ્ટી ગામમાં થયો હતો. સાહિત્ય જગતમાં તેઓ બચ્ચનથી પ્રસિધ્ધ હતા. ‘મધુશાલા' તેમની અમર રચના ગણાય છે. જે હિન્દી સાહિત્યમાં ક્રાંતિ લાવી. આવુ રસપ્રચુર સાહિત્ય આપનાર હરીવંશરાય બચ્ચનજી વિષે નોખી અનોખી વાતો જાણવાના આ કાર્યક્રમમાં રસ ધરાવતા સૌ કોઇને ઉપસ્થિત રહેવા જાહેર અનુરોધ કરાયો છે.
(3:55 PM IST)










