<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

પ્રથમ વખત....મનપાના વિવિધ કાર્યક્રમોમાં ભોજન-નાસ્‍તા માટેના ટેન્‍ડર પ્રસિધ્‍ધ કર્યા

કાર્યક્રમો અને મીટિંગો સહિતના આયોજનમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઈન્‍ડિયન વાનગીઓના રસથાળ માટે લખલૂટ ખર્ચ

રાજકોટ તા.૨૮: મહાનગર પાલિકા દ્વારા પ્રજાના પૈસાની કરકસર થાય તે મુજબના આયોજનો કરવામાં આવ્‍યા છે. પ્રજાના ટેકસના પૈસામાંથી પાયાની સુવિધા વધુમાં વધુ મળી શકે તેવા પ્રયાસો હાથ ધરી દર વર્ષે બજેટ તૈયાર કરવામાં આવે છે. પરંતુ છૂપા ખર્ચાઓ પાછળ લખલૂંટ ખર્ચ કરાઇ રહ્યો છે. તે જોવામાં આવતુ નથી જેમાં ફરી એક વખત મહાનગરપાલિકાના કાર્યક્રમો અને મીટિંગો સહિતના આયોજન દરમિયાન મનગમતા  ભોજન પીરસવા માટે તમામ પ્રકારના વાનગીઓનો રસથાળ તૈયાર કરવામાં આવ્‍યો છે અને ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરી કેટરીંગવાળાઓને આમંત્રીત કરાયા હોવાનું જાણવા મળેલ છે.

મહાનગરપાલિકા દ્વારા વર્ષ દરમિયાન અનેક પ્રજાકિય તેમજ સાંસ્‍કળતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે મીટિંગો પણ યોજાય છે. આ કાર્યક્રમોમાં આવતા સરકારી અફસરો તેમજ રાજકીય નેતાઓ તથા ધારાસભ્‍યો, મંત્રીઓ સહિતનાઓને પ્રજાના પૈસા મનગમતા ભોજન પીરસવામાં આવે તેવુ આયોજન કરવામાં આવ્‍યુ છે. સરકાર દ્વારા આંગણવાડી અને મધ્‍યાહન ભોજનમાં બાળકોને પીરસવામાં આવતા ભોજન માટે મામૂલી રકમ ફાળવવામાં આવી રહી છે અને વાનગીઓ પણ મર્યાદીત રાખવામાં આવી છે.

(4:11 PM IST)