<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th October 2025

પેન્‍ટાગોન- કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા કાલે જલારામ જયંતિ ધામધુમથી ઉજવાશે

૧૦૮ વિવિધ પ્રકારના ધાનમાંથી રોટલા બનાવવામાં આવશે, રાસગરબા, શોભાયાત્રા, મહાઆરતી, મહાપ્રસાદ

રાજકોટઃ શહેરના સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે હવેલી ચોક પાસે પેન્‍ટાગોન - કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરિવાર દ્વારા દર વર્ષની  જેમ આ વર્ષે પણ જલારામ જયંતિ ધામધુમથી ઉજવવામાં આવશે.

હર હંમેશની જેમ બાપાની સેવામાં કાંઈક નવુ કરવામાં અગ્રેસર પેન્‍ટાગોન કોઝી કોર્ટયાર્ડ રઘુવંશી પરીવાર દ્વારા ૧૦૮ વિવિધ પ્રકારના ધાનમાંથી બાપાના રોટલા બનાવી અને જલારામ બાપાને ધરવામાં આવશે. આશરે ૧૫૦૦ થી ૨૦૦૦ જલારામ ભકતો પ્રસાદ લેશે.

 ડી.જે.ના સથવારે સંગીત સંધ્‍યાની સાથે બહેનો માટે રાસ ગરબાનું પણ આયોજન કરેલ છે. છેલ્લા ૭-વર્ષથી જલારામધામ તરીકે ઓળખાતુ પેન્‍ટાગોન કોઝીકોર્ટયાર્ડનામ પટાંગણમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ  અન્‍નકોટ રાખેલ છે. કોઈપ્રકારના નાત જાતના વાડા વગર દરેક જલારામ ભકતોને ભાવપુર્વક પ્રસાદ લેશે.

 જલારામ બાપાને ધરેલ પ્રસાદની અંદર ૫૬ પ્રકારના ભોગ, ૧૦૮ પ્રકારના રોટલા તેમજ રોટલા-રોટલી, કઢી, ખીચડી, સાક, સંભારો, છાસનો પ્રસાદ ધરવામાં આવે છે. પેન્‍ટોગોન કોઝીકોર્ટયાર્ડ પટાંગણમાં મુખ્‍ય આર્કસકનું કેન્‍દ્ર જલારામબાપાની ઝુપડીમાં વિવિધ પ્રકારના થીમ બેઝઈ ઉપર હોય છે. સ્‍ટેઈઝ તથા રંગોળીનું આર્કષક રંગબેરંગી લાઈટો અને રોશનીથી ઝગમગી ઉઠે છે.

જલારામ ભકતોને મહાપ્રસાદનો લાભ લેવા અનુરોધ કરાયો છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) 

(4:17 PM IST)