News of Tuesday, 28th October 2025
સ્વસ્તિક હાઇલેન્ડસ સોસાયટીમાં કાલે શોભાયાત્રા, અન્નકુટ, મહાઆરતી, મહાપ્રસાદ

રાજકોટ : સ્વસ્તિક રઘુવંશી પરિવાર દ્વારા તા. ર૯-૧૦-ર૦રપ બુધવારના રોજ રૈયા રોડ ખાતે આવેલી સ્વસ્તિક હાઇલેન્ડસ સોસાયટીમાં સતત બીજા વર્ષે જલારામ જયંતીની ધામધુમપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
રૈયા હીલ વિસ્તારમાં વસતા લોકો માટે રાખેલ છે.
સાથોસાથ ભવ્ય અન્નકુટ તથા વિશેષ મહાઆરતીનું આયોજન આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. અન્નકુટની સંપૂર્ણ વ્યવસ્થા સ્વસ્તિક રઘુવંશી પરિવારના મહિલા મંડળ દ્વારા કરવામાં આવશે.
આવતીકાલે સાંજે ૪ વાગ્યે પૂજય બાપાની જલારામ ચોક ખાતેથી સ્વસ્તિક હાઇલેન્ડસ સુધી ભવ્ય શોભાયાતરા નિકળશે.
સોસાયટી ખાતે નાની બાળાઓ દ્વારા સામૈયા કરવામાં આવશે. ત્યારબાદ પ વાગ્યાથી ભવ્ય અન્નકુટના દર્શન ખુલ્લા મુકવામાં આવશે. ૬-૩૦ કલાકે ભાવિકો દ્વારા મહાઆરતી કરવામાં આવશે. ૭-૩૦ વાગ્યાથી મહાપ્રસાદ રૂપે બુંદી, ગાંઠીયા, બટેટાનું શાક, કઢી, ખીચડી, સંભારો, છાશ અને બાપાને પ્રિય એવો બાજરાનો રોટલો પ્રસાદનો લાભ લેશે.
તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સ્વસ્તિક હાઇલેન્ડસ સોસાયટીના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(4:17 PM IST)










