હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા ની યાદી મુજબ સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ ના કોંગ્રેસ દ્વારા નાગર ર્બોડિંગ ખાતે કોંગ્રેસ જન આક્રોશ સભા યોજવામાં આવી હતી જેમાં રાજકોટ શહેરના તમામ સમાજના લોકો જોડાયા હતા. કાર્યક્રમના શરૂઆતમાં ગુજરાતના પ્રભારી રાજ્ય સભાના સાંસદ મુકુલ વાસનિકનું સ્વાગત શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા અને નીતિન ભંડેરી દ્વારા કરવામાં આવ્યુ હતું. જન આક્રોશ સભામાં રાષ્ટ્રીય નેતાઓ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા.
ગુજરાતના પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે ગુજરાતીઓ એક ભયાવહ સ્થિતિમાં જીવી રહ્યા છે. દરેક જિલ્લાઓમાં પોતે પ્રવાસ કરી રહ્યા છે ગુજરાતની ભૂમિ બાપુ સરદાર સાહેબની છે અહીંથી સ્વાધીનતા આંદોલન દેશના ખૂણે ખૂણે પહોંચેલ હતું પરંતુ આજે ગોડસે નું રાજ ચાલી રહ્યું છે આજે નફરતની વિચારધારા હિંસાની વિચારધારા ગુજરાતમાં ચાલી રહી છે. સરદાર સાહેબે ૫૬૫ રજવાડોને એક કર્યા અને ૨૫ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ પદે પણ સરદાર સાહેબ રહ્યા હતા આ સરદાર પટેલને નમન કરીએ છીએ ગુજરાતની આજે શું સ્થિતિ છે કુપોષિત બાળકો આજે દમ તોડે છે. સરકારમાં આજે કોઈ કામ કમિશન વગર થતા નથી.
રસ્તાની બદતર હાલત છે. ૨૦૧૪ ની ચૂંટણીમાં ખોટા વચનો આપે લોકોને ભરમાવી સપનો કા સોદાગર ભારતની રાજનીતિમાં આવેલ. નફરતના ભાષણો કરી રાજકીય રોટલા શેકવામાં આવી રહ્યા છે. ભારતના સંવિધાન પ્રત્યે દરેક ભારતીયોને સન્માન છે. પરંતુ શાસકો સંવિધાન સાથે છેડછાડ કરી તાનાશાહી ચલાવી રહ્યા છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અંકલાવ ના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે દેશના બંધારણમાં આપણને સૌને સમાનતાનો અધિકાર આપેલ છે રાજકોટનો મતદાર હોય તો તેની કિંમત એક જ હોય મોંઘવારી વધી છે, શિક્ષણ મોંઘું થયું છે, ખાડા વધ્યા છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, દારુની રેલમછેલ વધિ છે. તેમ છતાં ખોટું કરવાવાળા સતાસ્થાને બેઠા છે રાજકોટમાં ટીઆરપી ઝોન થયો બાળકો સહીત ૩૩ લોકો ભસ્મીભૂત થયા આ ભ્રષ્ટાચારીઓ એક પછી એક છૂટી રહ્યા છે ત્યારે કોઈ જેલમાં રહેવાનું નથી અને આ લોકોને કોણ કોણ મળવા જતું હતું તે રાજકોટની જનતા જાણે છે રાજકોટનો આ ટીઆરપી ગેમમાં ભ્રષ્ટાચારી સામે શહેરીજનો નો જન આક્રોશ ભભૂકયો હતો અને રાજકોટ સ્વયંભૂ બંધ રહ્યું હતું. આપણે સૌ ટેક્ષ ભરીએ છીએ. પ્રજાએ પરસેવાની કમાણીમા થી ભરેલા ટેક્સમાંથી તાયફાઓ થાય ઉત્સવો પાછળ નાણાં ખર્ચાય છે.
ભુપેન્દ્ર મારાવીએ જણાવેલ કે, આજે શહેરમાં સતા વિરોધી વાતાવરણ છે ૧૫ મિનિટ પૂરતું પાણી મળતું નથી આગામી મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી ભાજપને ભગાડી કોંગ્રેસ છતાં તને આવશે તો ભ્રષ્ટાચાર મુક્ત શાસનનુ વચન આપ્યું હતું.
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ હરપાલસિંહ જાડેજા એ સરકાર પર આકરા પ્રહારો કરી શાયરીના અંદાજમાં પોતાનો પ્રવચન કરી છતાં ભાજપની સરકાર અધિકારીઓ માટે આંદોલન કરતા હોય તેઓને કનડગત કરે છે. ચૂંટણી પંચ મોદી માટે જ કામ કરતું હોય તેવો આભાસ થાય છે. દરેક કાર્યકરોએ કામે લાગી જવું પડશે અને આ ભ્રષ્ટાચારી ભાજપની સરકારને તેનું સ્થાન કયાં છે તે બતાવી દેવું પડશે.
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ખેડબ્રહ્મા ના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે જનનાયક રાહુલ ગાંધીએ બે પત્રકાર પરિષદમાં મુદ્દે પુરાવા સાથે જે નમો બેવડાયા હતા ચૂંટણી પંચે સાંજે ૫:૦૦ વાગે આંકડા લે ત્યારે ૫૫ ટકા હોય ત્યાર બાદ સવારે છાપામાં ૬૫ ટકા મતદાન થઈ જાય એ આ કઈ પ્રકારની પ્રક્રિયા છે ૧૯૮૪ માં જ્યારે રાજકોટમાં દુકાળ પડેલ તત્કાલીન સમયે મારા પૂજ્ય પિતાશ્રી અમરસિંહ ચૌધરી દ્વારા રાજકોટ શહેરને ટ્રેન દ્વારા પાણી પૂરું પાડવામાં આવેલ.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું સૌપ્રથમ તેઓએ નવા વર્ષના રામરામ અને નવુ વર્ષ સૌને લાભદાય નીવડે અને આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભ્રષ્ટાચારી ભાજપને હટાવવાના સંકલ્પ સાથે દરેક કોંગ્રેસના કાર્યકરને કામે લાગી જવા વિનંતી કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે આજની આ સભા લોકોના પ્રશ્નો અને અવાજને સરકાર સુધી પહોંચવાનું મહત્વપૂર્ણ મંચ છે રોજગારી અને સામાન્ય નાગરિકોની સમસ્યાને લઈને કોંગ્રેસ પક્ષ સતત જનહિત માટે લડી રહ્યો છે રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર તેમજ પોલીસ કમિશનરને પણ સતત રજૂઆતો કરી રાજકોટમાં જે ગુંડા રાજ ચાલે છે તે સામે પણ જરૂર પડે આંદોલન કરવામાં આવશે અને દરેક બુથમાં જે નામો બોગસ હશે તે નામોને પકડી પડશે અને વોટ ચોર ગાદી છોડની ના ઝુંબેશને રાજકોટમાં પણ વેગવાન બનાવવામાં આવશે.
રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી ડોક્ટર હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, વૈશાલી સિંદે, ગુજરાત એનએસયુઆઇ પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા પ્રાસંગિક પ્રવચન કરેલ હતા. આ જનાક્રોસ સભામાં રાજકોટ શહેર કોંગ્રેસના યુથ પ્રમુખ, એનએસયુઆઈ પ્રમુખ, ફન્ટલ સેલના ચેરમેનો અને રાજકોટ શહેરના તમામ વોર્ડ પ્રમુખો કોંગ્રેસ આગેવાનો સહિતના તમામ મહિલા કોંગ્રેસ આગેવાનો સહિત ઉપસ્થિત રહ્યા હતા.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM