News of Wednesday, 29th October 2025
ખંઢેરામાં મંગળવારે સર્વે સુરાપુરા દાદાના સાનિધ્યમાં પંચકુંડી મહાયજ્ઞ
ધંધુકીયા, ગોંડલીયા, સોલંકી, વ્યાસ પરિવાર દ્વારા

રાજકોટ તા. ૨૯ : કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે શ્રી શુકલેશ્વર મહાદેવ મંદિર, સવે સુરાપુરા દાદાના સાનિધ્યમાં આગામી તા. ૪ નવેમ્બરના મંગળવારે પંકુંડી મહાયજ્ઞનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજકોએ જણાવ્યુ હતુ કે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ખંઢેરા ગામે ધંધુકિયા પરિવાર, ગોંડલીયા પરિવાર, સોલંકી પરિવાર, વ્યાસ પરિવારના સુરાપુરા દાદા બિરાજે છે.
સર્વે સુરાપુરા દાદાના સાનિધ્યમાં તા. ૪ ના મંગળવારે પંચકુંડી મહાયજ્ઞ રાખેલ છે. યજ્ઞનો પ્રારંભ સવારે ૭.૧૫ વાગ્યે થશે. બપોરે ૧૧.૩૦ વાગ્યે મહાપ્રસાદ રાખેલ છે. બીડુ બપોરે ૧ વાગ્યે હોમાશે. યજ્ઞના આચાર્ય તરીકે શાષાી શ્રી રમણીકભાઇ જોષી અદા ખંઢેરાવાળા અને ઉપાચાર્ય તરીકે શાષાી શ્રી જીજ્ઞેશભાઇ જોષી સેવા આપશે.
મહાયજ્ઞ પૂર્વે તા. ૩ ના સોમવારે રાત્રે લોકડાયરાનું પણ આયોજન કરાયુ છે. જેમાં લોકસાહિત્યકાર મુકેશભાઇ બારોટ, વિપુલભાઇ પ્રજાપતિ, દીપાબેન મખેશા અને સાજીંદા ગ્રુપ જમાવટ કરશે.
આ સ્થળે ગોંડલિયા પરિવારના સુરાપુરા શ્રી રૈયાબાપા ખોડાબાપા સતી સોનબાઇમાં, સેજલમાં તેમજ ગોંડલિયા પરિવારના સુરાપુરા શ્રી પાંચા બાપા, વ્યાસ પરિવારના સુરાપુરા શ્રી ભવાનીશંકર દાદા, સોલંકી પરિવારના સુરાપુરા શ્રી વસ્તાબાપા, ધંધુકિયા પરિવારના સુરાપુરા શ્રી સવાબાપા બિરાજમાન છે.
સર્વે ધંધુકિયા, ગોંડલીયા, સોલંકી, વ્યાસ પરિવારજનોને પધારવા ભરતભાઇ ધંધુકીયા (મો.૯૮૨૪૪ ૮૧૩૬૦), ભાવેશભાઇ ગોંડલીયા (મો.૯૯૨૪૨ ૭૭૫૮૩), રોહીતભાઇ ધંધુકીયા (મો.૯૯૦૯૭ ૬૦૦૯૭), જયનભાઇ ગોંડલીયા (મો.૯૭૨૩૮ ૮૫૫૩૫), મિતેશભાઇ ગોંડલીયા (મો.૯૮૨૪૮ ૧૯૯૨૬) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ધંધુકીયા, ગોંડલીયા, સોલંકી, વ્યાસ પરિવારના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૧)
(11:40 AM IST)










