હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 29th October 2025
વિનોદનગરમાં તોંતેર વર્ષના લવજીભાઇ રામાણીનો આપઘાત
બિમારીથી કંટાળી ઝેરી પાવડર પી જીવ દીધો

રાજકોટ તા. ૨૯: આપઘાતના એક બનાવમાં કોઠારીયા રોડ પર આવેલા વિનોદનગર-૬માં રહેતાં લવજીભાઇ રાજાભાઇ રામાણી (ઉ.વ.૭૩) નામના વૃધ્ધે ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમનું મૃત્યુ થતાં ભક્તિનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. આપઘાત કરનારા લવજીભાઇ પાંચ બહેન અને બે ભાઇમાં વચેટ હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હાલ તેઓ નિવૃત જીવન જીવતાં હતાં. બ્લડપ્રેશર, ડાયાબીટીસ સહિતની બિમારીથી કંટાળીને પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૫)
(4:01 PM IST)










