<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

સુવર્ણ ભૂમિ પરિસરમાં આજે મહાપ્રસાદ સાથે જલારામ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી

સાંજે પઃ૩૦ વાગ્‍યાથી અન્નકુટ-દર્શન, મહાઆરતી અને સાંજે ૭:૩૦ વાગ્‍યાથી મહાપ્રસાદઃ હજજારો ભાવિકો પૂ. જલારામબાપાની ભકિતમાં તરબોળ બનશે તમામ કાર્યક્રમો રાબેતા મુજબ

રાજકોટ, તા. ર૯: સુવર્ણભૂમિ ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે, રાજકોટ ખાતે આવેલ રાજકોટની પ્રતિષ્‍ઠિત અને પ્રેરણારૂપ સોસાયટી ‘સુવર્ણભૂમિ' પરિસર ખાતે આજરોજ મહાપ્રસાદ સાથે રાબેતા મુજબના તમામ કાર્યક્રમો સાથે પૂ. જલારામ બાપાની રર૬ મી જન્‍મજયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે.  સાંજે પઃ૩૦ વાગ્‍યાથી અન્નકુટ દર્શન, ૭:૧પ વાગ્‍યે મહાઆરતી તથા ૭:૩૦ વાગ્‍યાથી મહાપ્રસાદ રાખેલ છે તેવું સુવર્ણભૂમિ પરિવારના સભ્‍યોએ જણાવ્‍યું હતું. હજજારો ભાવિકો પૂ. જલારામ બાપાની  ભકિતમાં તરબોળ બનશે. જલારામ મંદિર, હાપા (જામનગર) ના સહયોગથી બનેલ અને ગિનિસ વર્લ્‍ડ રેકોર્ડ-એવોર્ડ મેળવેલ પવિત્ર રોટલાના દર્શન કરી હજજારો ભાવિકો ધન્‍યતા અનુભવશે. આકર્ષક રંગોળી પણ રચાશે.

(2:52 PM IST)